IPL 2020: દિલ્હી કૅપિટલ્સ 46 રને જીતી

Updated: 9th October, 2020 23:30 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાજસ્થાન રૉયલ્સ 138 રને ઓલઆઉટ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે દિલ્હી કૅપિટલ્સ (DC) અને રાજસ્થાન રૉયલ્સ (RR)ની શારજહામાં મેચ થઈ હતી. પહેલી બેટિંગ કરતા દિલ્હી કૅપિટલ્સે આઠ વિકેટે 184 રન કર્યા હતા, જેની સામે રાજસ્થાન રૉયલ્સ 138 રને ઓલઆઉટ થઈ હતી.

પહેલી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સે 10 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 19 રન, શિખર ધવન ફક્ત પાંચ રન, કૅપ્ટન શ્રેયસ ઐય્યર 18 બોલમાં ચાર ફોર સાથે 22 રન, વિકેટકીપર રિષભ પંત નવ બોલમાં ફક્ત પાંચ રન, સ્ટોનીસ 30 બોલમાં ચાર સિક્સ મારીને 39 રન, હૅથમેયર એક ફોર અને પાંચ સિક્સ મારીને 45 રન, હર્ષલ પટેલ 15 બોલમાં એક ફોર સાથે 16 રન, અક્ષર પટેલ આઠ બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 17 રને આઉટ થયો હતો. અંતે રબાડા બે રન અને અશ્વિન શૂન્ય રને નોટઆઉટ રહ્યો હતો.

catch

રાજસ્થાન રૉયલ્સના બોલર્સમાં એરોને બે ઓવરમાં 25 રન, જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ, કાર્તિક ત્યાગી ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, એન્ડ્રુ ટાય ચાર ઓવરમાં 50 રન આપીને એક વિકેટ, શ્રેયસ ગોપાલ બે ઓવરમાં 23 રન અને રાહુલ તિવેતિયા ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં રાજસ્થાન રૉયલ્સના યશવીર જૈસવાલે 36 બોલમાં ફક્ત 34 રન, જોસ બટલર આઠ બોલમાં 13 રન, કૅપ્ટન સ્ટીવ સ્મિથ 17 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 24 રન, સંજુ સેમસન પાંચ રન, લોમરૂર એક રન, ટાય એક રન, આર્ચર બે રન, શ્રેયસ ગોપાલ બે રન, રાહુલ તિવેતિયા 29 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 38 રને આઉટ થયો હતો.  

ડીસીના બોલર્સના આંકડા જોઈએ તો રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 22 રન આપીને બે વિકેટ, હર્ષલ પેટેલએ ચાર ઓવરમાં 29 રન આપીને એક વિકેટ, એનરીચ નોર્તજેએ ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ, અક્ષર પેટેલે બે ઓવરમાં આઠ રન આપીને એક વિકેટ, સ્ટોનીસ બે ઓવરમાં 17 રન આપીને બે વિકેટ, રબાડાએ ત્રણ ઓવર ચાર બોલમાં 35 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.    

First Published: 9th October, 2020 23:20 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK