IPL 2020: દિલ્હી કૅપિટલ્સ 18 રને જીતી

Published: 3rd October, 2020 23:37 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અંતે મોર્ગન અને ત્રિપાઠીએ આક્રમક બેટિંગ કરી હતી પણ તે પુરતી નહોતી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં દિવસની બીજી મૅચ દિલ્હી કૅપિટલ્સ (DC) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે શાહજાહમાં રમાહતી. બન્ને ટીમ ગઈ કાલની મૅચ પહેાં પૉઇન્ટ-ટેબલ પર અનુક્રમે +૦.૪૮૩ અને +૦.૧૧૭ના રનરેટ સાથે બીજા અને ત્રીજા ક્રમે હતી. ટુર્નામેન્ટમાં બન્ને ટીમ ત્રણ-ત્રણ મૅચ રમી હતી અને બે-બે મૅચ પોતાના નામે કરવામાં સફળ રહી છે. જોકે આજે પહેલી બેટિંગ કરતા દિલ્હી કૅપિટલ્સે ચાર વિકેટે વિશાળ 228 રન કર્યા હતા, જેની સામે કેકેઆર 210 રન કરી શકી હતી.

પહેલી બેટિંગ કરતા ડીસીમાં પૃથ્વી શોએ 41 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 66 રન, શિખર ધવને 16 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 26 રન, પંતે 17 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 38 રન, સ્ટોઈનિસ ફક્ત એક રને આઉટ થયો હતો, જ્યારે કૅપ્ટન શ્રેયસ ઐય્યર ફક્ત 38 બોલમાં સાત ફોર અને છ સિક્સ સાથે 231.58ની સ્ટ્રાઈક રેટથી 88 રન અને હૅથમેયર સાત રને નોટઆઉટ રહ્યા હતા.

rana

કેકેઆરમાં ક્યુમિન્સે ચાર ઓવરમાં 49 રન, શીવમ માવીએ ત્રણ ઓવરમાં 40 રન, ચક્રવર્તીએ ચાર ઓવરમાં 49 રન આપીને એક વિકેટ, નારાયણે બે ઓવરમાં 26 રન અને રસેલે ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે નાગરકોટીએ ત્રણ ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં બીજી ઓવરમાં જ કેકેઆરે પહેલી વિકેટ ગુમાવી હતી. સુનિલ નારાયણ ત્રણ રને આઉટ થયો હતો. જ્યારે શુભમ ગીલ 28 રન, રસેલ 13 રન, કૅપ્ટન દિનેશ કાર્તિક છ રન, નીતિશ રાણા 35 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ મારીને 58 રન, પેટ ક્યુમિન્સ ચાર બોલમાં પાંચ રન, મોર્ગને 18 બોલમાં એક ફોર અને પાંચ સિક્સ મારીને 44 રન, ત્રિપાઠી ત્રણ ફોર અને ત્રણ સિક્સ મારીને 16 બોલમાં 36 રને આઉટ થયો હતો. નાગરકોટીએ ત્રણ રન અને શિવમ માવીએ એક રન પર નોટઆઉટ રહ્યો હતો.

ડીસીના બોલર્સની વાત કરીએ તો હર્ષલ પેટેલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ, રબાડાએ ચાર ઓવરમાં 51 રન આપીને એક વિકેટ, નોર્તજેએ ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ, અમિત મિશ્રાએ બે ઓવરમાં 14 રન આપીને એક વિકેટ, અશ્વિને બે ઓવરમાં 26 રન, સ્ટોનીસે ચાર ઓવરમાં 46 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK