IPL 2020: દિલ્હી કેપિટલ્સના કૅપ્ટન શ્રેયસ અય્યરને ભરવો પડશે 12 લાખ રૂપિયાનો દંડ

Published: 30th September, 2020 12:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સ્લો ઓવર-રેટના કારણે શ્રેયસ અય્યરને દંડ ફટકારવામાં આવ્યો

શ્રેયસ અય્યર (તસવીર સૌજન્ય: ટ્વીટર)
શ્રેયસ અય્યર (તસવીર સૌજન્ય: ટ્વીટર)

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020નો પ્રારંભ થઈ ચુક્યો છે. જેનો જંગ ધીમેધીમે રંગ પકડી રહ્યો છે. 29 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)ની ટીમને આઈપીએલની આ સીઝનમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીને ડેવિડ વોર્નર (David Warner)ની સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ મ્હાત આપી હતી. દિલ્હી કેપિટલ્સની હાર બાદ કૅપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) પર સ્લો ઓવર-રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ અને આઈસીસીના નિયમ મુજબ દરેક ટીમે નિર્ધારિત સમય મુજબ જ ચાલવાનું હોય છે. તેમણે વન-ડે હોય, ટેસ્ટ મેચ હોય કે ટી20 મેચ હોય દરેક માટે નક્કી કરેલા સમય મુજબ જ ઓવર પૂરી કરવાની હોય છે. આમ છતાં ઘણી ટીમો આમ કરવામાં વિલંબ કરી બેસે છે. આઈપીએલમાં આ વખતે એક બાબત ધ્યાન પર આવી છે કે દરેક ટીમ તેની 20 ઓવર પૂરી કરવામાં ઘણો સમય લઈ રહી છે. મગંળવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પણ આવું જ કંઈક થયું. દિલ્હીની ટીમને બેવડો માર પડ્યો હતો. એક તરફ મેચમાં તેનો 15 રનથી પરાજય થયો હતો કેમ કે તેઓ હૈદરાબાદના 162 રનનો સ્કોર વટાવી શક્યા ન હતા અને બીજી તરફ તે સમયસર 20 ઓવર પૂરી કરી શક્યા નહીં હોવાને કારણે દિલ્હીના કૅપ્ટન શ્રેયસ ઐય્યરને 12 લાખ રૂપિયાનો દંડ થયો હતો.

આઈપીએલની પ્રેસ રિલીઝ મુજબ, આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ શ્રેયસ અય્યરનો આ પહેલો સ્લો ઓવર રેટ મામલો છે. તો અય્યર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હકીકતમાં ભારતીય સમય મુજબ જોવા જઇએ તો, દિલ્હીની ટીમે 7.30 કલાકે મેચ શરૂ થયા બાદ છેક 9.30 કલાકે 20 ઓવર પૂરી કરી હતી. આમ તેણેએ બે કલાક લીધા હતા. સામાન્ય રીતે તેમણે 20 ઓવર એક કલાક અને વીસ મિનિટમાં પૂરી કરી દેવાની હોય છે. નવા નિયમ મુજબ, જો કોઈ ટીમ તેની ઓવર નિયત સમયમાં પૂરી કરે નહીં તો તેના કૅપ્ટનને દંડ થતો હોય છે. મંગળવારની મેચના રેફરી મનુ નૈય્યરે એ બાબત ધ્યાનમાં રાખી હતી કે, શ્રેયસ ઐય્યરનો આ પ્રથમ ગુનો હતો તેથી તેને મિનિમમ સજા કરી હતી અને તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ સિઝનમાં શ્રેયસ અય્યર બીજો કૅપ્ટન છે જેની પર સ્લો ઓવર-રેટનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં શ્રેયસ પહેલા રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (Royal Challengers Bangalore)ના કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પણ 12 લાખ રૂપિયાનો દંડ સ્લો-ઓવર રેટને કારણે ફટકારવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK