IPL 2020 : દિલ્હી ટીમના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ COVID-19 પૉઝિટિવ

Published: Sep 07, 2020, 16:54 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિઝિયોથેરાપિસ્ટ દુબઇ આવ્યા બાદથી કવોરન્ટીનમાં હતા અને અગાઉ બે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનો ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

ચેન્નાઈ સુપરકિંગ્સ પછી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)માં પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. ટીમના સહાયક ફિઝિયોથેરાપિસ્ટ COVID-19 પૉઝિટિવ થયો છે.

દુબઈમાં IPL આઇસોલેશન ફેસિલિટીમાં 14 દિવસ માટે તેમને કવોરન્ટીન કરવામાં આવ્યા છે. જો 14 દિવસનો સમયગાળો પૂરો થયા પછી તેમના બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેમને ટીમમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે.

IPLમાં આ સંક્રમણનો 15મો કેસ છે. ગયા મહિને ચેન્નાઈના 2 ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફના 13 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સે કહ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ દુબઇ આવ્યા બાદથી કવોરન્ટીનમાં હતા અને અગાઉ બે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનો ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારી વાત એ છે કે તે કોઈ પણ ખેલાડી અથવા અન્ય સપોર્ટ સ્ટાફ સાથે સંપર્કમાં નહોતા. દિલ્હીની મેડિકલ ટીમ તેમના સંપર્કમાં છે.

દિલ્હીની ટીમ IPLમાં પોતાની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમશે. આ મેચ દુબઈમાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ટીમ 7 મેચ દુબઈ, 4 અબુધાબી અને 3 શારજાહમાં રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK