IPL 2020: CSK હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું બ્રાવો IPLમાંથી બહાર

Published: Oct 18, 2020, 14:24 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ડ્વેન બ્રાવો મેદાનમાં પાછો ફરી શક્યો નહોતો, જેને કારણે કૅપ્ટન ધોનીને મેચની છેલ્લી ઓવર જાડેજા પાસેથી નખાવવી પડી હતી

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સ માટે કંઇ પણ સારું થતું દેખાતું નથી. શનિવારે રમાયેલી મેચમાં ચીમને દિલ્હી કૅપિટલ્સ દ્વારા 5 વિકેટ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ડ્વેન બ્રાવો મેદાનમાં પાછો ફરી શક્યો નહોતો, જેને કારણે કૅપ્ટન ધોનીને મેચની છેલ્લી ઓવર જાડેજા પાસેથી નખાવવી પડી હતી જે ટીમના પરાજયનું ખાસ કારણ બની. બ્રાવોની ઇન્જરી પર ચેન્નઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે મોટી અપડેટ આપી છે.

ચેન્નઇ સુપર કિંગ્સના હેડ કોચે કહ્યું કે, "બ્રાવો ગ્રોઇન ઇન્જરીને કારણે આગામી કેટલાક દિવસ અતવા કેટલાક અઠવાડિયા માટે અવેલેબલ નહીં હોય." તેમણે આગળ કહ્યું, "બ્રાવોની ઇન્જરી ખૂબ જ સીરિયસ હતી, એટલે જ તે મેદાનમાં બૉલિંગ કરવા પણ પાછા આવી શક્યો નહોતો. બ્રાવો આ મેચની છેલ્લી ઓવરમાં બૉલિંગ ન કરવાને લઈને ખૂબ જ નિરાશ હતો, આ દર્શાવે છે કે તે ટીમ માટે કેટલું યોગદાન આપવા માગે છે. અમારે તેની ઇજા આગામી દિવસોમાં જોવાની રહેશે. પણ, હાલ તમે માની શકો છો કે તે આગામી અમુક દિવસો કે અમુક અઠવાડિયા અવેલેબલ નથી."

પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં કહ્યું, "દુર્ભાગ્યે બ્રાવો મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, જેને કારણે મેચની છેલ્લી ઓવર તે રમી શક્યો નહીં, તે એક સારો ડેથ બૉલર છે. આ સીઝન અમારી માટે સતત પડકારભરી રહી છે. જાડેજા છેલ્લી ઓવર નાખશે એ પહેલાથી નક્કી નહોતું, પણ જ્યારે બ્રાવો ઇજાગ્રસ્ત થયો ત્યારે અમારી પાસે આ સિવાય અન્ય કોઇ જ ઑપ્શન નહોતું. અમે મેચમાં અમારી સ્થિતિ ઘણી સારી હતી, જ્યાંથી અમે મેચ જીતી શકતા હતા, અમારે મહેનત કરતા રહેવાની જરૂર છે જેથી અમે ટૂર્નામેન્ટમાં કમબૅક કરી શકીએ."

નોંધનીય છે કે દિલ્હી કૅપિટલ્સની ટીમને ચેન્નઇ વિરુદ્ધ મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 17 રન્સની જરૂર હતી, પણ બ્રાવોના ઇજાગ્રસ્ત થવાને કારણે ધોનીએ મેચની છેલ્લી ઓવર રવિન્દ્ર જાડેજા પાસેથી નખાવવી પડી હતી, તે ઓવરમાં દિલ્હીના બેટ્સમેન અક્ષર પટેલે ત્રણ છગ્ગા માર્યા અને મેચ દિલ્હીને જીતાવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK