IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સ 8 વિકેટે જીતી

Published: 25th October, 2020 18:42 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

ઋતુરાજ ગાયકવાડે 51 બોલમાં 65 રન કર્યા

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની દુબઈ ખાતે મેચ યોજાઈ હતી, જેમાં આરસીબીએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લઈને છ વિકેટે 145 રન કર્યા હતા, જેની સામે સીએસકેએ સરળતાથી 18 ઓવર ચાર બોલમાં બે વિકેટે 150 રન કર્યા હતા.

kholi

પહેલી ઈનિંગમાં દેવદત્ત પડ્ડીકલ 21 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 22 રન, એરોન ફીન્સ 11 બોલમાં ત્રણ ફોર મારીને 15 રન, કૅપ્ટન વિરાટ કોહલી 43 બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 50 રન, ડી વીલિયર્સ 36 બોલમાં 39 રન, મોઈન અલી એક રન, ક્રિસ મોરિસ બે રને આઉટ થયો, અંતે ગુરકીરત સિંહ બે રન અને વોશિગ્ટન સુંદર પાંચ રને નોટઆઉટ રહ્યા હતા.

CSKમાં ચહરે ચાર ઓવરમાં 31 રન આપીને બે વિકેટ, મોનુ કુમારે બે ઓવરમાં 20 રન, સેમ કૅરને ત્રણ ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ, સેન્ટનરે ચાર ઓવરમાં 23 રન આપીને એક વિકેટ, તાહિરે ચાર ઓવરમાં 30 રન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ઓવરમાં 20 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં ડુ પ્લેસિસ 13 બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 25 રને આઉટ થયો હતો. અંબાતી રાયડુએ 27 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 39 રને ચહલનો શિકાર બન્યો હતો. ઋતુરાજ ગાયકવાડે 51 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ મારીને 65 રન અને ધોનીએ 21 બોલમાં ત્રણ ફોર મારીને 19 રન કર્યા હતા.

RCBના બોલર્સમાં વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 27 રન, યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 21 રન આપીને એક વિકેટ, નવદિપ સૈનીએ ત્રણ ઓવરમાં 19 રન, મોહમ્મદ સિરાજે બે ઓવરમાં 29 રન, મોઈન અલીએ બે ઓવરમાં 17 રન અને ક્રિસ મોરિસે  ત્રણ ઓવર ચાર બોલમાં 36 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK