IPL 2020: CSK હારેલી મેચ જીતી

Published: 29th October, 2020 23:08 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

રવિન્દ્ર જાડેજાના 11 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સ મારીને 31 રન

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરતા કેકેઆરે પાંચ વિકેટે 172 રન કર્યા હતા, જેની સામે સીએસકેએ ચાર વિકેટે 178 રન કર્યા હતા.

nitish rana

પહેલી ઈનિંગમાં શુભમ ગીલે 17 બોલમાં ચાર ફોર મારીને 26 રન, નીતિશ રાણા 61 બોલમાં 10 ફોર અને ચાર સિક્સ મારીને 87 રન, સુનિલ નારાયણ સાત રન, રિન્કુ સિંહ 11 રન, કૅપ્ટન એઓન મોર્ગન 12 બોલમાં બે ફોર મારીને 15 રને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 10 બોલમાં ત્રણ ફોર મારીને 21 રન અને ત્રિપાઠી ત્રણ રને નોટઆઉટ રહ્યા હતા.

CSKમાં ચહરે ત્રણ ઓવરમાં 31 રન, સેમ કૅરન ત્રણ ઓવરમાં 21 રન, લુંગી નેગીડી ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ, સેટનર ત્રણ ઓવરમાં 30 વિકેટ લઈને એક વિકેટ અને રવિન્દ્ર જાડેજા ત્રણ ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી.

morgankkr

બીજી ઈનિંગમાં 19 બોલમાં માત્ર 14 રન કરીને આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડ 53 બોલમાં છ ફોર અને બે સિક્સ મારીને 72 રન, અંબાતી રાયડુ 20 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ મારીને 38 રન, મહેન્દ્ર સિંહ ધોની ફક્ત એક રને આઉટ થયો હતો. અંતે આક્રમક બેટિંગ કરતા રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સ મારીને 31 રન અને સેમ કૅરને 13 રન કર્યા હતા.

KKRના બોલર્સમાં પેટ ક્યુમિન્સે ચાર ઓવરમાં 31 રન આપીને બે વિકેટ, સુનિલ નારાયણ ચાર ઓવરમાં 23 રન, વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 20 રન આપીને બે વિકેટ, લોકી ફર્ગ્યુસને ચાર ઓવરમાં 54 રન, નીતિશ રાણા એક ઓવરમાં 16 રન, કમલેશ નાગરકોટીએ ત્રણ ઓવરમાં 34 રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK