ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી. સૂત્રોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે ટૉસ પહેલા સીએસકે 90 પૈસાના ભાવે ફેવરિટ હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પહેલી બેટિંગ કરતા છ વિકેટે 167 રન કર્યા હતા, જેની સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઠ વિકેટે 147 રન કર્યા હતા.
પહેલી ઈનિંગમાં સેમ ક્યુરને 21 બોલમાં 31 રન કર્યા હતા, જેમાં ત્રણ ફોર અને બે સિક્સનો સમાવેશ હતો. આજે ડુ પ્લેસિસ પહેલા જ બોલે આઉટ થયો હતો. વોટસન 38, રાયડુ 41, ધોની 21 અને બ્રાવો શૂન્ય પર આઉટ થયો હતો. અંતે રવિન્દ્ર જાડેજા 10 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ સાથે 25 રન અને ચહર બે રને નોટઆઉટ રહ્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર્સમાં સંદિપ શર્માએ ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ, ખલીલ અહમદ ચાર ઓવરમાં 45 રન આપીને બે વિકેટ, નદિપ ચાર ઓવરમાં 29 રન, નટરાજન ચાર ઓવરમાં 41 રન આપીને બે વિકેટ અને રાશિદ ખાને ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા.
બીજી ઈનિંગમાં કૅપ્ટન ડેવિડ વોર્નર ફક્ત નવ રન, બેરિસ્ટો 23 રન, મનિષ પાંડે ચાર રન, કેન વિલિયમસન 39 બોલમાં સાત ફોર સાથે 57 રન, પ્રિયમ ગર્ગ 18 બોલમાં 16 રન, વિજય શંકર સાત બોલમાં 12 રન, રાશીદ ખાન એક ફોર અને એક સિક્સ મારીને આઠ બોલમાં 14 રન, નદીપ પાંચ રને આઉટ થયો હતો. અંતે સંદિપ શર્મા એક રને અને નટરાજન શૂન્ય પર નોટઆઉટ રહ્યા હતા.
સીએસકેના દિપક ચહરે ચાર ઓવરમાં 28 રન, કરણ શર્માએ ચાર ઓવરમાં 37 રન આપીને બે વિકેટ, શાર્દુલ ઠાકુરે બે ઓવરમાં 10 રન, સેમ ક્યુરન ત્રણ ઓવરમાં 18 રન આપીને એક વિકેટ, રવિન્દ્ર જાડેજા ત્રણ ઓવરમાં 21 રન આપીને એક વિકેટ, પિયુષ ચાવલા એક ઓવરમાં આઠ રન અને ડ્વેન બ્રાવોએ ત્રણ ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી.
પરિવારને જરૂર હોય ત્યારે તેમની સાથે રહેવું જોઈએ: સુરેશ રૈના
3rd January, 2021 14:38 ISTIPL 2020માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમોને BCCIએ આપ્યું ગ્રીન સિગ્નલ
24th December, 2020 16:48 ISTખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ ઓછી કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે આઇપીએલનું: સુનીલ ગાવસકર
12th December, 2020 16:29 IST