IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સ સરળતાથી મેચ જીતી

Updated: 4th October, 2020 23:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

CSKના ઓપનર્સે જ મેચ ખતમ કરી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા પંજાબની ટીમે ચાર વિકેટે 178 રન કર્યા હતા, જેની સામે ચેન્નઈ સુપર કિંગ્સે વિના વિકેટે આ ટાર્ગેટ પુરો કર્યો હતો. વોટસને 53 બોલમાં 11 ફોર અને ત્રણ સિક્સ સાથે 83 રન અને ડુ પ્લેસીસે 53 બોલમાં 11 ફોર અને એક સિક્સ મારીને 87 રન કર્યા હતા.

કૅપ્ટન કેએલ રાહુલે 52 બોલમાં સાત ફોર અને એક સિક્સ મારીને 63 રન, મયંક અગ્રવાલે 19 બોલમાં ત્રણ ફોર સાથે 26 રન, મંદિપે બે સિક્સ મારીને 16 બોલમાં 27 રન, પૂરણે એક ફોર અને ત્રણ સિક્સ સાથે 33 રને આઉટ થયો હતો. જ્યારે મેક્સવેલ 11 રન અને સરફરાઝ ખાન 14 રને નોટઆઉટ રહ્યા હતા.

kl rahul

સીએસકેમાં ચહરે ત્રણ ઓવરમાં 17 રન, સેમ ક્યુરીને ત્રણ ઓવરમાં 31 રન, ઠાકુરે ચાર ઓવરમાં 39 રન આપીને બે વિકેટ, બ્રાવોએ ચાર ઓવરમાં 38 રન, રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ અને ચાવલાએ બે ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબમાં હરપ્રિતે ચાર ઓવરમાં 41 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 33 રન આપ્યા હતા. ક્રિસ જોર્ડને ત્રણ ઓવરમાં 42 રન આપ્યા હતા. શેલ્ડન કોટ્રલે ત્રણ ઓવરમાં 30 રન આપ્યા હતા, જ્યારે મોહમ્મદ શમીએ 3.4 ઓવરમાં 35 રન આપ્યા હતા.  

First Published: 4th October, 2020 23:04 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK