IPL 2020: રાયડુ અને ડુપ્લેસીસની પાર્ટનરશીપથી CSK જીતી

Published: 19th September, 2020 22:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પહેલી બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયને ચેન્નઈ સુપર કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી બે ઓવરમાં જ સીએસકેના ઓપનર્સ શેન વોટ્સન અને મુરલી વિજય પેવેલિયન ભેગા થયા હતા

રાયડુ અને ડુ પ્લેસી
રાયડુ અને ડુ પ્લેસી

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની પહેલી મેચની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં ચાર આઇપીએલ ટાઈટલ સાથે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે થઈ જેમાં અંબાતી રાયડુ અને ફેફ ડુ પ્લેસીસની પાર્ટનરશીપના ટેકે સીએસકે આ ટુર્નામેન્ટની પહેલી મેચ જીતી હતી.

પહેલી બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયને ચેન્નઈ સુપર કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી બે ઓવરમાં જ સીએસકેના ઓપનર્સ શેન વોટ્સન અને મુરલી વિજય પેવેલિયન ભેગા થયા, જોકે અંબાતી રાયડુ અને ફેફ ડુપ્લેસી વચ્ચે 115 રનની પાર્ટનરશીપના ટેકે મેચ સીએસકે તરફ વળી હતી.

અંબાતી રાયડુએ 48 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ સાથે 71 રન કર્યા હતા. જ્યારે ફેફ ડુપ્લેસીસે 44 બોલમાં છ ચોગ્ગા સાથે નોટઆઉટ 58 રન કર્યા હતા. વિજય એક રન અને વોટસન ચાર રન કરીને આઉટ થયા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા પાંચ બૉલમાં 10 રન કર્યા જેમાં એક ફોર અને એક સિક્સનો સમાવેશ હતો. સેમ ક્યુરને અંતે છ બોલમાં 18 રન કરીને રિક્વાયર રનરેટ ઘટાડ્યો હતો. તે આઉટ થતા જ લાંબા સમયથી ફેન્ચ રાહ જોઈ રહ્યા હતા તે થયું, કૅપ્ટન કુલ એમએસ ધોની મેદાનમાં આવ્યો પરંતુ ફક્ત બે ડોટ બોલ તેના ખાતામાં હતા.

મુંબઈ ઈન્ડિયનના બોલર્સના આંકડા જોઈએ તો કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ, રાહુલ ચહરે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ, જેમ્સ પેટીસને ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ, જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં સૌથી વધુ 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 3.2 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK