હવે હું ગ્રાઉન્ડ શૉટ રમવાનો વધારે પ્રયાસ કરું છું : પૃથ્વી શૉ

Published: 27th September, 2020 11:53 IST | Agency | Dubai

ચેન્નઈ સામે દિલ્હીના ૪૪ રનથી થયેલા વિજયમાં ઓપનર પૃથ્વી શૉના ૪૩ બૉલમાં ૬૪ રનના મહત્વના યોગદાન બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

પૃથ્વી શૉ
પૃથ્વી શૉ

ચેન્નઈ સામે દિલ્હીના ૪૪ રનથી થયેલા વિજયમાં ઓપનર પૃથ્વી શૉના ૪૩ બૉલમાં ૬૪ રનના મહત્વના યોગદાન બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. મૅચ બાદ પૃથ્વીએ જણાવ્યું કે ‘શરૂઆતમાં તમારે જોવું પડે છે કે વિકેટ કેવી છે. ગ્રાઉન્ડ શૉટ રમવા પણ જરૂરી છે. ગયા વર્ષે પણ હું બૉલને ફટકારતો હતો અને નાની ભૂલ કરી બેસતો હતો. આ વર્ષે પણ હું મારા નૅચરલ સ્ટ્રોક્સ રમવાનો પ્રયાસ કરું છું, પણ મોટા ભાગે એ ગ્રાઉન્ડ શૉટ હોય છે. હું મારી ગેમની હાઇલાઇટ્સ જોવા માગું છું જેથી મને ખબર પડે કે ૫૦ રન બનાવવા માટે હું કેવું રમ્યો છું. પાવર-પ્લેમાં અમારી શરૂઆત ધીમી હતી, પણ હું અને શિખર ધવન જાણતા હતા કે જો અમે પાવર-પ્લેમાં વિકેટ બચાવી શક્યા તો પછીથી અમે રનગતિને વધારી શકીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK