IPL 2020માંથી CSK બહાર થતાં જ આ દિગ્ગજ ખેલાડીએ લીધો સંન્યાસનો નિર્ણય

Published: 3rd November, 2020 08:41 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ચેન્નઇ સુપર કિંગ્સ પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ના પ્લેઑફમાંથી બહાર થનારી પહેલી ટીમ બની

ચેન્નઇ સુપર કિંગ્સ
ચેન્નઇ સુપર કિંગ્સ

ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ના પ્લેઑફમાંથી બહાર થનારી પહેલી ટીમ બની અને આ પહેલીવાર બન્યું છે જ્યારે સીએસકે (CSK) પ્લેઑફમાં પહોંચી શકી નથી. હવે જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ માટે આઇપીએલની સીઝન પૂરી થઈ ગઇ છે એવામાં ચક્ચા એ પણ છે કે ફ્રેન્ચાઇઝી માટે રમનારા ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી શેન વૉટસને (Shane Watson)કહ્યું કે તે ક્રિકેટના બધા ફૉર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. રવિવારે અબુધાબીમાં ચેન્નઇ માટે આ સીઝન પૂરી થયા પછી બેટ્સમેને સીએસકેના અન્ય ખેલાડીઓ સામે આ વાતની જાહેરાત કરી.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, વૉટસને પોતાના સાથી ખેલાડીઓને જણાવતા ભાવુક થતા કહ્યું કે ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી રિટાયર થવા જઈ રહ્યા છે. ટીઓઆઇએ એક સૂત્રના હવાલે જણાવ્યું કે, "છેલ્લી મેચ પછી જ્યારે વૉટસને સીએસકેના ડ્રેસિંગ રૂમમાં જણાવ્યપં કે હવે તે સંન્યાસ લઈ લેશે, તે સમયે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે આ ફ્રેન્ચાઇઝી માટે રમવું તેના માટે સૌભાગ્યની વાત હતી."

રિપોર્ટમાં આ વાત તરફ પણ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે કે વૉટસનને સીએસકેના સપોર્ટ સ્ટાફમાં સ્થાન આપવામાં આવી શકે છે. સીએસકેના એક અધિકારીએ કહ્યું હતું કે, "તેમમે હંમેશાં અમારી વિરુદ્ધ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ધોની જાણે છે કે જો તે યોગ્ય રીતે ટૉપ ઑર્ડરમાં ઉપયોગ કરવામાં આવે, તો આ ખેલાડી કેટલો મહત્વનો સાબિત થઈ શકે છે."

2018માં ચેન્નઇએ જે સમયે વૉટસનને પોતાની ટીમમાં સામેલ કર્યો, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો હતો. તેણે આઇપીએલ 2018ની ફાઇનલમાં સેન્ચુરી ફટકારી હતી, જેની મદદથી ચેન્નઇ ત્રીજી વાર આ ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ચેન્નઇ સિવાય, વૉટસન રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બૅંગલોર તરફથી પણ રમી ચૂક્યો છે. અહીં સુધી કે 2008માં જ્યારે રાજસ્થાન રૉયલ્સે પહેલો આઇપીએલનો ખિતાબ પોતાને નામે કર્યો, તેમાં વૉટસનની મહત્વની ભૂમિકા રહી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK