IPL 2020: હજી આટલો સમય રમશે ધોની...

Published: 28th October, 2020 14:19 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

સીએસકેના સીઈઓએ એવા સંકેતો આપ્યા જેનાથી ધોનીના ફૅન્સ ખુશ થયા છે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)નું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યુ નહોતું. ધોનીની કૅપ્ટન્સીમાં પહેલી વખત ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પ્લે-itફમાં પ્રવેશ કરી શક્યો નથી. એવામાં વાતો થવાલાગી કે આઇપીએલમાં ધોનીની કારકિર્દી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ લગભગ પુરી થઈ ગઈ છે. પરંતુ સીએસકેના સીઈઓએ એવા સંકેતો આપ્યા જેનાથી ધોનીના ફૅન્સ ખુશ થયા છે.

સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી હતી કે, ધોની 2021 માં સીએસકેનું નેતૃત્વ કરશે. સીઈઓએ કહ્યું કે, અમને આશા છે કે આગામી સિઝનમાં ધોની સીએસકેનો કેપ્ટન રહેશે. ધોનીએ ત્રણ વખત સીએસકેને વિજેતા બનાવી છે. ફક્ત એક જ મોસમ ખરાબ થવાને કારણે બધું બદલાશે નહીં.

કાશી વિશ્વનાથનનું કહેવું છે કે, સુરેશ રૈના અને હરભજન સિંહ સીઝનની શરૂઆત પહેલા જ આઉટ થવાને કારણે ટીમનું સંતુલન બગડ્યું હતું. ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઈપીએલની 13 મી સીઝનમાં તેમની સંભાવના માટે રમી શકી નથી. અમારે વધુ મેચ જીતવી જોઈતી હતી, પરંતુ અમારી ટીમનું સંતુલન ખૂબ નબળું હતું.

ધોનીએ સંકેત આપ્યો છે કે તે સીએસકે માટેની બાકીની મેચોમાં ચોક્કસપણે ભાગ લેશે. પરંતુ દરેક મેચ બાદ ધોની યુવા ખેલાડીઓને જે રીતે ટી-શર્ટ અને ઓટોગ્રાફ આપી રહ્યો છે તે ધ્યાનમાં લેતા માહીની આઈપીએલને અલવિદા કહેવાની અટકળો ચાલી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK