IPL 2020: દિલ્હી (DC) સામે મેચમાં સીએસકેને 44 રન્સથી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઇને મળેલા પરાજય પછી સીએસકે ફેન્સ સુરેશ રૈનાને મિસ કરવા લાગ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર રૈનાને પાછા લાવવા માટે સીએસકેને અપીલ કરવા લાગ્યા. અહીં સુધી કે ટ્વિટર પર રૈનાના ચાહકોએ કમબૅક મિસ્ટર આઇપીએલના નામે ટ્રેન્ડ ચલાવવાનું શરૂ કરી દીધું. હવે સીએસકેના સીઇઓ વિશ્વનાથન (CSK CEO Kasi Vishwanathan)એ રૈનાના કમબૅક પર નિવેદન આપ્યું છે. તેમણે ANIને કહ્યું કે રૈનાને આઇપીએલથી અલગ કરવું તેમનો અંગત નિર્ણય હતો. વિશ્વનાથને કહ્યું કે રૈનાના કમબૅકને લઈને ફ્રેન્ચાઇઝી કંઇ જ નથી વિચારી રહી. તેમણે કહ્યું કે રૈનાએ પોતે જ આઇપીએલમાંથી બહાર જવાનો નિર્ણય લીધો હતો, તેઓ તેના નિર્ણયનું સન્માન કરે છે. અમે તેના કમબૅક વિશે વિચારી નથી રહ્યા.
એજન્સીએ આપેલા નિવેદનમાં સીએસકેના પરાજય પર સીઇઓ વિશ્વનાથને કહ્યું કે, ટીમ ટૂર્નામેન્ટમાં શાનદાર કમબૅક કરશે, અમારી ટીમમાં સારા ખેલાડી છે જે આવનારી મેચમાં સારા પરફૉર્મન્સ કરીને ટીમને કમબૅક કરાવી શકે છે. અમારી પાસે સારી ફૅન ફૉલોઇંગ છે, હું તે ચાહકોને વિશ્વાસ અપાવું છું કે ટૂર્નામેન્ટમાં સીએસકેની ટીમ કમબૅક કરશે. આ ગેમ છે જેમાં તમારા સારા અને ખરાબ દિવસો આવતા-જતા રહે છે. સીઇઓ વિશ્વનાથને અંબાતી રાયડુ પર પણ વાત કરી અને કહ્યું કે હેમ્સ્ટ્રિંગની માંસપેશીઓમાં દુઃખાવો છે અને આશા છે કે તે આગામી મેચમાં કમબૅક કરશે.
સીએસકેના કૅપ્ટન ધોની (MS Dhoni)એ પણ હારી ગયા પછી કહ્યું કે, હવે ટીમ પાસે પોતાનું ફ્રેશ કમબૅક કરવા માટે 7 દિવસનો બ્રેક છે, આગામી મેચમાં રાયડુ ટીમનો ભાગ હશે. અમે આવતી મેચ પહેલા કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપશું. સીએસકેની ટીમની આવતી મેચ હવે 2 ઑક્ટોબરના થવાની છે.