સૂર્યકુમાર પર વરસ્યો શુભેચ્છાઓનો વરસાદ

Published: 30th October, 2020 10:02 IST | Gujarati Mid-day Correspondent | Abu Dhabi

બૅન્ગલોર સામેની મૅચમાં નાબાદ ૭૯ રનની પારી રમીને સૂર્યકુમાર યાદવે પોતાનો ક્લાસ બતાવ્યો

સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ

બૅન્ગલોર સામેની મૅચમાં નાબાદ ૭૯ રનની પારી રમીને સૂર્યકુમાર યાદવે પોતાનો ક્લાસ બતાવ્યો. દરેક ખેલાડીઓએ તેની આ ઇનિંગસની ભારે પ્રશંસા કરી હતી.

ભારતીય ટીમમાં જોડાવા ઉત્સુક : પોલાર્ડ

‘સૂર્યકુમારની ઇનિંગ ખરેખર ઘણી મહત્ત્વની હતી. જ્યારે તમારે રન ચેઝ કરવાના હોય ત્યારે આપણે એવા ટૉપ-થ્રી, ટૉપ-ફોર પ્લેયર્સની વાત કરીએ છીએ જે તમને બધી રીતે ફટકાબાજી કરીને મૅચ જિતાડી આપે. તેણે ટીમ માટે આવું ઘણી વાર કર્યું છે. તે હંમશાં સારું પર્ફોર્મ કરવા માગે છે અને તેના મનમાં ઊંડે-ઊંડે પોતાની ભારતીય ટીમ તરફથી રમવાની ઇચ્છા છે. એક વ્યક્તિ તરીકે આજે તે સાતત્યપૂર્ણ રમત રમ્યો છે.’

સૂર્યનમસ્કાર, ધીરજ રાખ : શાસ્ત્રી

પોલાર્ડ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ સૂર્યકુમારની પ્રશંસા કરી હતી. સૂર્યકુમારને સૂર્યનમસ્કાર કરી શાસ્ત્રીએ કહ્યું, ‘સૂર્યનમસ્કાર. સૂર્યકુમાર સ્ટ્રૉન્ગ રહો અને ધીરજ રાખો.’

બંદે મેં હૈ દમ : સેહવાગ

બંદે મેં હૈ દમ. જલદી નંબર આયેગા, નો ડાઉટ. ૩ બ્લૉકબસ્ટર સીઝન એક પછી એક આવી રહી છે. સૂર્યકુમારની એક જબરદસ્ત ઇનિંગ અને મુંબઈની એક શાનદાર જીત.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK