IPL દરમ્યાન પ્લેયરને બિઝી રાખવા આપવામાં આવશે વર્ચ્યુઅલ ગેમિંગ સેટ

Published: Jul 31, 2020, 17:14 IST | Agencies | New Delhi

પરિવારજનો સાથે રહી શકશે કે નહીં એ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડ લેશે ટૂંક સમયમાં નિર્ણય

ભારતીય ખેલાડી
ભારતીય ખેલાડી

આઇપીએલની તેરમી સીઝન માટે ફ્રૅન્ચાઇઝીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. એવામાં જે દિવસે મૅચ નહીં રમાય એ દિવસે પ્લેયર પણ હોટેલ-રૂમમાંથી બહાર નીકળી નહીં શકે. આ ઉપરાંત પ્લેયર પોતાના પરિવારજનોને પોતાની સાથે યુએઈ લઈ જઈ શકશે કે નહીં એ સંદર્ભે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ નિર્ણય લેશે. આ વિશે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું કે ‘આ મુદ્દે વિચાર કરવો જરૂરી છે. હું તો એમ કહીશ કે આ વર્ષની સૌથી મોટી ચૅલેન્જ છે. તમને ખબર છે કે તમારા પ્લેયર બે મહિના સુધી એક રૂમમાં બંધ રહેવાના છે ત્યારે તમારે તેમને કેટલાક વિકલ્પ આપવા જ રહ્યા. એક્સ ઑક્સ અને વર્ચ્યુઅલ ગેમિંગ જેવી સુવિધા તેમને આપવામાં આવશે. આ સીઝનમાં પ્લેયર ક્રિકેટ કરતાં ફુટબૉલ વધારે રમે તો નવાઈની વાત નથી, કારણ કે મોટા ભાગના પ્લેયરોમાં ટેબલ ટેનિસ અને પૂલ ઉપરાંત ફુટબૉલની ગેમ વધારે લોકપ્રિય છે. તમારે પ્લેયર માટે એક અલગ વાતાવરણ નિર્માણ કરી આપવું પડે છે અને અમે એ જ કામકાજમાં વ્યસ્ત છીએ. હા, અમારે માટે એ સૌથી મોટો પડકાર છે કે પ્લેયરોને ઍક્ટિવ કઈ રીતે રાખવા, ખાસ કરીને એ દિવસે જ્યારે મૅચ ન રમાવાની હોય. મારા ખ્યાલથી આગામી દિવસોમાં તમને આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી સ્પષ્ટતા મળી જશે. કેટલાક પ્લેયરોની પત્ની અથવા ગર્લફ્રેન્ડે તેમની સાથે ૧૦થી ૧૨ દિવસ રહેવાની મંજૂરી માગી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK