IPL 2020: KXIP માટે ખરાબ સમાચાર, આ ખેલાડી પડ્યો બિમાર

Published: 9th October, 2020 14:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મોટા ભાગે ફોર અને સિક્સ મારીને રન કરનાર ગેઈલને ફૂડ પોઈઝનિંગ થયું છે

ક્રિસ ગેઈલ
ક્રિસ ગેઈલ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) માટે એક ખરાબ સમાચાર છે. કિંગ્સ ઈલેવન પંજાબનો આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલ બિમાર પડ્યો છે.

આઈપીએલની વિશિષ્ટતાઓમાં એક ક્રિસ ગેઈલની આક્રમક બેટિંગ હોય છે. મોટા ભાગે ફોર અને સિક્સ મારીને રન કરનાર ગેઈલને ફૂડ પોઈઝનિંગ થયું છે, આ વાતની જાણકારી કિંગ્સ ઈલેવન પંજાબના હેડ કોચ અનિલ કુંબલેએ આપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ચાલી રહેલી મેચમાં જ્યારે આઠમી ઓવર ચાલુ હતુ એ વખતે કુંબલેએ કમેનટેટર્સ સાથેની લાઈવ વાતચીતમાં કહ્યું કે, આજની મેચ ક્રિસ ગેઈલ રમવાનો હતો પરંતુ તે બિમાર પડ્યો છે. તેને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાથી તે આજની ટીમમાં સામેલ નથી.  

આઈપીએલની આ વખતની સીઝનમાં ક્રિસ ગેઈલ એકેય મેચ રમ્યો નથી. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પાસેથી જેટલી આશા હતી તે હિસાબે રમી રહ્યો નથી તેથી આશા છે કે થોડાક વખતમાંન ક્રિસ ગેઈલ સાજો થઈને મેચ રમશે. કિંગ્સ ઈલેવન પંજાબ પાંચમાંથી ફક્ત એક જ મેચ જીતી શકી છે. ટીમના બેટિંગ કોચ વસીમ જાફરે કહ્યું કે, ટીમના પ્લેઓફમાં આવવાના ચાન્સ તદ્દન ઓછા થઈ જાય તે પહેલા ગેઈલને ટીમમાં સામેલ કરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK