ક્રિસ ગેઈલ 1000 સિક્સ મારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનવાની નજીક

Published: Sep 10, 2020, 15:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલનો છે. તેણે અત્યારસુધીમાં 326 સિક્સ મારી છે. જ્યારે એકંદર ટી-20 ફોર્મેટમાં ગેઈલએ 978 સિક્સ મારી છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

IPL 2020માં કિંગ્સ ઈલેવન પંજાબની વતિથી રમવા માટે ક્રિસ ગેઈલ તૈયાર છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણિતા ગેઈલના નામે ઘણા રેકોર્ડ્સ છે.

આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલનો છે. તેણે અત્યારસુધીમાં 326 સિક્સ મારી છે. જ્યારે એકંદર ટી-20 ફોર્મેટમાં ગેઈલએ 978 સિક્સ મારી છે. જો આઈપીએલની આ સીઝનમાં તે 22 સિક્સ મારશે તો વિશ્વમાં તે પ્રથમ બેટ્સમેન હશે તે ટી-20 ફોર્મેટમાં 1000 સિક્સ મારી હોય.

ફોર્સની પણ વાત કરીએ તો ગેઈલે સૌથી વધુ 1026 બાઉન્ડ્રી ઠોકી છે. 2011ની આઈપીએલની સીઝનમાં ક્રિસ ગેઈલે 44 સિક્સ, 2012માં 59, 2013માં 51 અને 2015માં 38 સિક્સ મારી હતી. ગયા વર્ષની સીઝનમાં પંજાબની ટીમથી રમનારા આ ખતરનાક બેટ્સમેને 38 સિક્સ મારી હતી.

આઈપીએલમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ પણ ગેઈલનો જ છે. 2013માં ગેઈલે આરસીબીના વતિથી રમતા ઓપનિંગમાં આવીને નોટઆઉટ 175 રન કર્યા હતા, જેમાં 17 સિક્સ મારી હતી. તેમ જ ઈન્ટરનેશનલ ટી-20માં પણ આ રેકોર્ડ ગેઈલના નામે જ છે. 2017માં બાંગ્લાદેશ સામે તેણે એક ઈનિંગમાં 18 સિક્સ મારી હતી.

ગેઈલના ટી-20 રેકોર્ડની વાત કરીએ તો તેણે સૌથી વધુ 13,296 રન કર્યા છે, જેમાં 22 સેન્ચ્યુરી અને 82 હાફ સેન્ચ્યુરી છે. બેસ્ટ સ્કોર 175નો છે, તેમ જ સૌથી ઝડપી શતક ફક્ત 30 બૉલમાં કર્યો છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK