IPL 2020: CSK રૈના અને હરભજનનો કૉન્ટ્રેક્ટ ટર્મિનેટ કરશે?

Published: 2nd October, 2020 15:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સુરેશ રૈના અને હરભજન સિંહનું નામ સીએસકેની વેબસાઈટમાંથી પણ હટાવી દેવાયુ છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. આ સીઝનમાં આ ટીમના બેસ્ટ પ્લેયર સુરેશ રૈના અને હરભજન સિંહ રમ્યા નથી. બંને ખેલાડીએ અંગત કારણોને લીધે આઈપીએલમાંથી પોતાનું નામ પાછુ ખેચ્યુ હતું, એવામાં સમાચાર આવ્યા છે કે સીએસકે આ બંને ખેલાડી સાથે કૉન્ટ્રેક્ટ ખતમ કરી શકે છે.

રૈના દુબઈ આવ્યો હતો પરંતુ સીએસકેમાં 13 લોકો કોવિડ-19 પૉઝિટિવ થતા તેણે ફરી ભારત આવવાનું નક્કી કર્યું હતું. હવે સુરેશ રૈના અને હરભજન સિંહનું નામ સીએસકેની વેબસાઈટમાંથી પણ હટાવી દેવાયુ છે.

ઈનસાઈટ સપોર્ટના રિપોર્ટ મુજબ, આ બંને ખેલાડીઓના કૉન્ટ્રેક્ટ ટર્મિનેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બાબતે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને પ્રતિક્રિયા આપવાનું નકાર્યું હતું. આ સીઝનમાં સીએસકેના વતિથી રમવા માટે સુરેશ રૈનાએ 11 કરોડ રૂપિયા મળવાના હતા જ્યારે હરભજન સિંહને બે કરોડ રૂપિયા મળવાના હતા. જોકે હવે આ ખેલાડીઓને કોઈ પૈસા મળશે નહીં.

જો આ બંને ખેલાડી સીએસકેમાં ન રહે તો આવતા વર્ષે ઑક્શન થાય ત્યારે અન્ય ટીમમાં ભજ્જી અને રૈના જોવા મળી શકે છે. રૈનાનો આઈપીએલ રેકોર્ડ જોતા તેને કોઈ પણ ટીમ સામેલ કરવાનું પસંદ કરશે, જોકે હરભજન સિંહની ઉંમરના હિસાબે શક્યતા છે કે તે કોઈ ટીમનો ભાગ ન બની શકે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK