IPL 2020: ધોનીની ટીમને ચૂકવવી પડશે ભારે કિંમત, આ સ્ટારે તોડ્યો બાયો બબલ

Published: 1st October, 2020 11:55 IST | Gujarati Mid-day Online Correspondent | Dubai

સીએસકે પ્લેયર કેએમ આસિફને થોડા દિવસ પહેલા બાયો બબલ તોડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

ધોની
ધોની

ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની 13મી સીઝનનું આયોજન કોરોના વાઈરસ રોગાચાળા વચ્ચે યુએઈમાં કરવામાં આવ્યું છે. આઈપીએલ (IPL) 13ના આયોજન માટે આઈપીએલમાં ભાગ લેનારા પ્લેયર્સ અને સ્ટાફ મેમ્બર્સને બાયો બબલમાં રાખવામાં આવ્યા છે. બાયો બબલને લઈને આઈપીએલના આયોજનમાં બાયો બબલ અંગે ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ તેના નિયમોનો ભંગ કરશે તેને કડક સજા પણ આપવામાં આવશે. સીએસકે (CSK)નો ફાસ્ટ બોલર એમ આસિફ તોડનાર પ્રથમ ખેલાડી છે.

સીએસકે (Chennai Super Kings) પ્લેયર કેએમ આસિફને થોડા દિવસ પહેલા બાયો બબલ તોડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આસિફે પોતાના હોટલના રૂમની ચાવી ગુમાવી દીધી હતી. આ પછી આસિફ બીજી ચાવી લેવા માટે હોટલના રિસેપ્શન વિસ્તારમાં પહોંચ્યા. પરંતુ બાયો બબલ પ્રોટોકોલમાં રિસેપ્શન ક્ષેત્રને બહાર રાખવામાં આવ્યું છે. એટલે આસિફને બાયો બબલ તોડવા બદ્દલ 6 દિવસ માટે ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવ્યો હતો.

આસિફની આ પહેલી ભૂલ હોવાથી તેને ફક્ત ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવ્યો હતો. જો આસિફે આ સીઝનમાં આ ભૂલ ફરી કરી, તો તેને આઈપીએલ 13માંથી બહાર કાઢીને બાયો બબલની ચૂકવણી કરવી પડી શકે છે. સીએસકે મેનેજમેન્ટે માહિતી આપી છે કે આસિફનો ક્વૉરન્ટીન સમયગાળો પૂરો થઈ ગયો છે અને તેણે ફરીથી ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

આઈપીએલ 13 માં બાયો બબલ તોડનાર ખેલાડીને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. પ્રથમ વખત બાયો બબલ તોડવા પર પ્લેયરને 6 દિવસ માટે ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવે છે. જો આ ભૂલ બીજી વાર થાય, તો તે ખેલાડી પર એક મેચનું પ્રતિબંધ લાગી શકે છે. જો ત્રીજી વખત કોઈ ભૂલ કરવામાં આવે તો બાયો બબલ તોડનાર ખેલાડી આઈપીએલ 13થી બાકાત રહેશે. એટલું જ નહીં ટીમને તે ખેલાડીનું રિપ્લેસમેન્ટ પણ નહીં મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK