IPL 2020: ચહલ બનવો જોઈતો હતો મૅન ઑફ ધ મૅચ: સ્ટોક્સ

Published: 14th October, 2020 15:09 IST | IANS | Sharjah

ચહલ સારા ફૉર્મમાં છે અને સાત મૅચમાં તેણે ૧૦ વિકેટ લીધી છે.

યુઝવેન્દ્ર ચહલ
યુઝવેન્દ્ર ચહલ

સોમવારે કલકત્તા અને બૅન્ગલોર વચ્ચે રમાયેલી મૅચમાં બૅન્ગલોરે જબરદસ્ત ૮૨ રનથી જીત મેળવી હતી. અણનમ ૭૩ રનની અફલાતૂન ઇનિંગ્સ રમનાર એબી ડિવિલિયર્સ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. જોકે રાજસ્થાનના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સને લાગે છે કે બૅન્ગલોરની જીતનો ખરો હીરો યુઝવેન્દ્ર ચહલ હતો અને તેને જ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવો જોઈતો હતો. શારજાહ જેવી બૅટ્સમેનો માટેના ર્સ્વગ જેવી પિચ પર ચહલે ચાર ઓવરમાં માત્ર ૧૨ રન આપીને કૅપ્ટન દિનેશ કાર્તિકની વિકેટ લીધી હતી. સ્કોક્સને બેન સ્ટોક્સે કહ્યું કે બૅટ્સમેનોની આ ગેમમાં યુઝવેન્દ્ર ચહલને મૅન ઑફ ધ મૅચ મળવો જોઈતો હતો. તેના આંકડા ઘણા સારા હતા, ખાસ કરીને શારજાહમાં.
ચહલ સારા ફૉર્મમાં છે અને સાત મૅચમાં તેણે ૧૦ વિકેટ લીધી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK