ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ રેકૉર્ડ પાંચમું ટાઇટલ જીત્યું હતું, જ્યારે તેમનો કૅરિબિયન ઑલરાઉન્ડર કિરોન પોલાર્ડ સૌથી વધુ ટી૨૦ ટાઇટલ જીતનાર ખેલાડી બન્યો હતો. પોલાર્ડ આ પહેલાં તેના જ દેશના ડ્વેઇન બ્રાવો સાથે ૧૪ ટાઇટલ સાથે બરોબરીમાં હતો, પણ મંગળવારે ૧૫મા ટાઇટલ સાથે તેણે બ્રાવોને પાછળ રાખી દીધો છે. આ સંદર્ભે ડ્વેન બ્રાવોને સંબોધતાં પોલાર્ડે કહ્યું, ‘બ્રાવો, હવે તું ટી૨૦ ટાઇટલની બાબતમાં મારાથી પાછળ છે. આ વાત મારે કૅમેરા સામે કહેવી છે.’
છેલ્લાં ૧૧ વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા કિરોન પોલાર્ડે ત્રણ હજારથી વધારે રન બનાવ્યા છે. આ વર્ષની સીઝનમાં તેણે ૧૯૧.૪૨ના સ્ટ્રાઇક રેટથી ૨૬૮ રન બનાવ્યા હતા.
ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી
15th January, 2021 10:46 ISTઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ
15th January, 2021 10:38 ISTનામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું
15th January, 2021 10:32 ISTશ્રીલંકા માત્ર ૧૩૫ રનમાં ઑલઆઉટ, ઇંગ્લૅન્ડે ૧ વિકેટે ૧૨૭ રન બનાવ્યા
15th January, 2021 10:27 IST