IPL 2020: ટુર્નામેન્ટમાંથી આઉટ ઈજાગ્રસ્ત બ્રાવો

Published: 22nd October, 2020 17:44 IST | PTI | Dubai

ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રણ વખત ચૅમ્પિયન બની ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં વધુ એક નિરાશાજનક સમાચાર આવ્યા છે.

બ્રાવો
બ્રાવો

ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રણ વખત ચૅમ્પિયન બની ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં વધુ એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. જાંઘના સાંધામાં દુખાવાને કારણે ચેન્નઈનો ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવો ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. નોંધનીય છે કે ૧૭ ઑક્ટોબરે દિલ્હી સામેની મૅચમાં બ્રાવો છેલ્લી ઓવર નાખી નહોતો શક્યો અને રવીન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવર નાખવી પડી હતી. ચેન્નઈના સીઈઓ કાશી વિશ્વનાથને જણાવ્યું કે ગ્રોઇન ઇન્જરીને લીધે બ્રાવો આઇપીએલમાંથી બહાર થયો છે.
આ વર્ષની આઇપીએલમાં બ્રાવો છ ગેમમાં બે વાર બૅટિંગ કરવા આવ્યો છે, જેમાં તેણે માત્ર સાત રન બનાવ્યા છે, જ્યારે છ મૅચમાં તેને ૮.૫૭ની ઇકૉનૉમી રેટથી છ વિકેટ પ્રાપ્ત થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK