IPL 2020: બોલિંગ ઍક્શન : વિવાદમાં ફસાયો સુનીલ નારાયણ

Published: 12th October, 2020 18:41 IST | IANS | Abu Dhabi

બીજી વાર ફરિયાદ આવી તો કલકત્તાનો બોલર આ આઇપીએલમાં ફરી બોલિંગ નહીં કરી શકે

 સુનીલ નારાયણ
સુનીલ નારાયણ

કલકત્તા અને પંજાબ વચ્ચે શનિવારે રમાયેલી મૅચ ભલે કલકત્તાએ બે રનથી જીતી લીધી હતી, પણ આ મૅચ બાદ તેમના માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. મૅચના ફીલ્ડ અમ્પાયર ઉલ્લાસ ગાંધી અને ક્રિસ ગૈફનીએ સુનીલ નારાયણની બોલિંગ ઍક્શન શંકાસ્પદ હોવાની ફરિયાદ કરી હતી, જેના બાદ ભારતીય ક્રિકેટ બોર્ડની શંકાસ્પદ બોલિંગ ઍક્શન કમિટીએ નારાયણનું નામ વૉર્નિંગ લિસ્ટમાં સામેલ કર્યું હતું. હાલમાં આ ઍક્શન માટે નારાયણને ફક્ત વૉર્નિંગ આપવામાં આવી છે, પણ જો બીજી વાર તેની બોલિંગ શંકાસ્પદ જોવા મળી તો ટુર્નામેન્ટની બાકી રહેલી મૅચમાં તે બોલિંગ નહીં કરી શકે. હા, તે ફક્ત બૅટિંગ કરી શકશે. ઉક્ત કમિટી જ નારાયણને આ સંદર્ભે ગ્રીન સિગ્નલ આપશે. સુનીલે આઇપીએલમાં અત્યાર સુધી ૧૧૬ મૅચમાં ૧૨૭ ક્રિકેટ પ્રાપ્ત કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK