IPL 2020: આંદ્રે રસેલ ઉપર આ બૉલર ભારી પડશે

Published: Sep 08, 2020, 20:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગયા વર્ષની ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં આંદ્રે રસેલે આક્રમક બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) વતિથી 204.81ની સ્ટ્રાઈક રેટથી 510 રન કર્યા હતા. ઉપરાંત 11 વિકેટ લઈને પોતાને ખરો ઑલ-રાઉન્ડર સાબિત કર્યો હતો

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

ગયા વર્ષની ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં આંદ્રે રસેલે આક્રમક બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) વતિથી 204.81ની સ્ટ્રાઈક રેટથી 510 રન કર્યા હતા. ઉપરાંત 11 વિકેટ લઈને પોતાને ખરો ઑલ-રાઉન્ડર સાબિત કર્યો હતો.

રસેલની આટલી સારી પર્ફોમન્સ છતાં  કેકેઆરની ટીમ ગ્રુપ સ્ટેજની મેચો પાર કરી શકી નહીં. લીગના અંતે તે પાંચમાં સ્થાને હતા. IPL 2020ની શરૂઆત પહેલા કેકેઆરના ભૂતપૂર્વ કૅપ્ટન ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે આ વખતે રસેલ ઉપર કયો બૉલર ભારી પડશે. તેમ જ ટીમમાં તેમણે કયા નંબર ઉપર રમવું જોઈએ તે પણ કહ્યું છે.

ગૌતમ ગંભીરે એક ટીવી શોમાં કહ્યું કે, રસેલ માટે બેથી ત્રણ બૉલર ખતરો બની શકે છે પરંતુ જસપ્રિત બુમરાહ રસેલ ઉપર ભારી પડી શકે છે. અન્ય કોઈ બૉલર ઈનફોર્મ રસેલ માટે ખતરો નથી.

ગંભીરે ઉમેર્યું કે, રસેલે પાંચમાં ક્રમે બેટિંગ કરવી જોઈએ. બેટિંગ પૉઝીશન એક ઓવરરેટેડ વસ્તુ છે અને છ બૉલ પણ આખી મેચને પલટાવી શકે છે. જો તમને સારી શરૂઆત મળે તો ઈયોન મોર્ગનની ઉપર પણ રસેલને ચોથા ક્રમે રમાડી શકો છો. ગયા વર્ષે કેકેઆર પ્લેઑફ સુધી પહોંચી શકી નહીં પરંતુ સીઝમાં શ્રેષ્ઠ બેટિંગ લાઈન-અપના લીધે ફેવરેટ ટીમ હતી. બે વખત આઈપીએલ જીતેલી આ ટીમ પાસે શુભમન ગીલ, દિનેશ કાર્તિક, ઈયોન મોર્ગન, ટૉમ બેનટન જેવા દિગ્ગજ બેટ્સમેન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK