IPL 2020: દિલ્હી અને હૈદરાબાદને મોટો ઝટકો, આ પ્લેયર ટૂર્નામેન્ટથી બહાર

Published: 5th October, 2020 18:08 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બે મોટા બૉલર્સની સફર પૂરી થઈ ગઈ છે. હૈદરાબાદના ભવનેશ્વર કુમાર જ્યાં હિપ ઇન્જરીને કારણે નહીં રમી શકે તો અમિત મિશ્રાની આંગળીએ ફ્રેક્ચર આવ્યું છે. આ બન્ને ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન જીતવાના ઇરાદે મેદાનમાં ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હાલ બન્ને ફ્રેન્ચાઇઝિઓના એક-એક મેચ વિનર બૉલર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. હૈદરાબાદ (Hyderabad)ના ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) જ્યાં હિપ ઇન્જરી (Hip Injury)ને કારણે નહીં રમી શકે તો અમિત મિશ્રા (Amit Mishra)ની આંગળીમાં ફ્રેક્ચર (Frecture in Finger)થવાને કારણે તેમને આઇપીએલમાંથી રુલ આઉટ (Ruled Out From IPL) થવું પડ્યું છે.

Amit Mishra

દિલ્હીની આજે સાંજે રૉયલ ચેલેન્જર્સ બૅંગલૉર સામે એક મેચ છે, પણ મેચથી બરાબર પહેલા તેમની માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. બેસ્ટ સ્પિનર અમિત મિશ્રા આંગળીમાં ઇજા થવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અમિત મિશ્રાને આ ઇજા શારજાહના મેદાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેચમાં થઈ છે.

અમિત આઇપીએલમાં સૌથી વધારે વિકેટ્સ લેવાને મામલે બીજા નંબરે છે. તેમના નામે 160 વિકેટ્સ છે. જ્યારે ફક્ત લસિથ મલિંગા 170 વિકેટ્સ સાથે તેનાથી આગળ છે. જો તે આ ટૂર્નામેન્ટ રમ્યો હોત તો કદાચ સૌથી વધારે વિકેટ્સ લેનાર બૉલર બન્યો હોત.

Bhuvneshwar Kumar

સીએસકે વિરુદ્ધની મેચમાં ઇજાગ્રસ્ત થયો ભુવનેશ્વર
બીજી તરફ, ભુવનેશ્વર કુમારને સીએસકે વિરુદ્ધ પોતાની છેલ્લી ઓવર નાખતી વખતે ઇજા થઈ હતી. આ કારણસર તે પોતાની છેલ્લી ઓવર પૂરી કરી શક્યો નહોતો. તેની જગ્યાએ ખલીલ અહમદે 19મી ઓવર પૂરી કરી હતી, જ્યારે અબ્દુલે મેચની છેલ્લી ઓવર નાખી હતી. ભુવનેશ્વરનું ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું હૈદરાબાદ માટે મોટો ઝટકો છે. આ ફાસ્ટ બૉલર ફ્રેન્ચાઇઝીની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવતો આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK