IPL 2020: સ્ટોક્સ પહેલા ભાગમાં ગેરહાજર રહે તેવી સંભાવના

Published: Sep 08, 2020, 20:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે

સ્ટોક્સ તેના પેરેન્ટ્સ સાથે. ફોટોઃ સ્ટોક્સનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
સ્ટોક્સ તેના પેરેન્ટ્સ સાથે. ફોટોઃ સ્ટોક્સનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પહેલા ભાગમાં ટૂર્નામેન્ટ ન રમે તેવી સંભાવના વધારે છે. સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન ફ્રેન્ચાઇઝના સૂત્રોએ કહ્યું, ન્યુઝીલૅન્ડમાં નિયમ છે કે તે દેશમાં પહોંચ્યા બાદ પહેલા 14 દિવસ ક્વૉરન્ટીન થવું પડે. સ્ટોક્સે થોડા દિવસ પહેલાં જ 14 દિવસનો કવૉરન્ટીન પીરિયડ પૂરો કર્યો છે. તે હવે પોતાના પિતાને મળશે અને સ્વભાવિકપણે પરિવાર સાથે સમય પસાર કરવા માગશે. તેથી તે ટૂર્નામેન્ટના પ્રથમ ભાગ માટે ઉપલબ્ધ નહિ હોય. ફ્રેન્ચાઇઝ તેને બોલાવશે પણ નહિ, કારણકે પરિવાર પ્રાથમિકતા છે. જો તે બીજા ભાગમાં આવવા માગતો હશે તો મેનેજમેન્ટને જણાવશે, અમે આ સમયે તેને સપોર્ટ કરીએ છીએ.  

સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ વિકેન્ડ હેરાલ્ડને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું 7 દિવસ સૂતો નહોતો. મને લાગે છે કે મારો ક્રિકેટ છોડીને ન્યૂઝીલેન્ડમાં પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય મેન્ટલી સાચો છે." સ્ટોક્સને રાજસ્થાનની ટીમે આઈપીએલ માટે રૂ.12 કરોડનો કૉન્ટ્રેક્ટ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK