IPL 2020: યુએઈ પહોંચતાં બેન સ્ટૉક્સ બોલી ઊઠ્યો, ‘દુબઈ ઇઝ હૉટ’

Published: Oct 05, 2020, 14:49 IST | IANS | Dubai

સ્ટોક્સના પપ્પા કૅન્સરથી પીડાતા હોવાને લીધે તે ઑગસ્ટમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ વચ્ચેથી છોડીને ચાલ્યો ગયો હતો.

બેન સ્ટૉક્સ
બેન સ્ટૉક્સ

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમનો જબરદસ્ત ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ગઈ કાલે યુએઈ પહોંચી ગયો હતો. ૬ દિવસનો ક્વૉરન્ટીન-પિરિયડ પૂરો કર્યા બાદ તે રાજસ્થાન રૉયલ્સ ટીમમાં જોડાશે. ગઈ કાલે યુએઈ પહોંચ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોક્સે પોસ્ટ કર્યું હતું, ‘દુબઈ ઇઝ હૉટ.’
સ્ટોક્સના પપ્પા કૅન્સરથી પીડાતા હોવાને લીધે તે ઑગસ્ટમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ વચ્ચેથી છોડીને ચાલ્યો ગયો હતો. સારી શરૂઆત બાદ સ્ટ્રગલ કરી રહેલા રાજસ્થાનને સ્ટોક્સ આવવાથી જરૂરી મજબૂતાઈ મળી જશે અને સંજુ સૅમસન તથા સ્ટીવ સ્મિથ પરનો ભાર થોડા ઘણા અંશે ઓછો થઈ શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK