IPL 2020: 100 બોલ રમ્યા પછી પણ એકેય સિક્સ ન મારી આ આક્રમક બેટ્સમેનોએ

Published: 23rd October, 2020 16:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ત્રણ બેટ્સમેન એવા છે જે આંતરરાષ્ટ્રીય ધોરણે આક્રમક બેટ્સમેન કહેવાય છે તેમ છતાં લાંબા સમય સુધી સિક્સ મારી નથી

બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં સમયાંતરે વિવિધ રેકોર્ડ્સ બનતા હોય છે, ઘણી મેચો છેલ્લે સુધી રસપ્રદ બને છે. એવામાં આઈપીએલમાં એક રેકોર્ડ્સ એવો બન્યો છે જેમાં આક્રમક બેટ્સમેન કહેવાતા ખેલાડીઓએ 100 જેટલા બોલ રમ્યા પછી પણ તેમણે એકેય સિક્સ ન મારી હોય.

ત્રણ બેટ્સમેન એવા છે જે આંતરરાષ્ટ્રીય ધોરણે આક્રમક બેટ્સમેન કહેવાય છે તેમ છતાં લાંબા સમય સુધી સિક્સ મારી નથી. આઈપીએલની 13મી સીઝનમાં તોફાની બેટિંગ કરનારા બેન સ્ટોક્સ, ઑસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ભારતના ઓલરાઉન્ડર કેદાર જાધવે 60થી વધુ બોલ રમ્યા છે પરંતુ એકેય સિક્સ મારી નથી.

આ વખતની આઈપીએલમાં બેન સ્ટોક્સે પોતાની પહેલી સિક્સ માર્યા બાદ એકેય સિક્સ મારી શક્યો નથી. બેન સ્ટોક્સે 103, ગ્લેન મેક્સવેલ 87 બોલ અને કેદાર જાધવે 66 બોલના ગાળામાં એકેય સિક્સ મારી નથી.    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK