આઇપીએલ 2020 માટે ફૉરેન બોર્ડ સાથે સતત સંપર્કમાં છે BCCI

Updated: Apr 05, 2020, 13:37 IST | Agencies | New Delhi

આ વર્ષે આઇપીએલ રમાશે કે નહીં એ વિશે રોજ નવા-નવા અપડેટ સામે આવી રહ્યાં છે.

બીસીસીઆઇ
બીસીસીઆઇ

આ વર્ષે આઇપીએલ રમાશે કે નહીં એ વિશે રોજ નવા-નવા અપડેટ સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલ સંદર્ભે ફૉરેન બોર્ડ સાથે સતત સપંર્કમાં છે, જેમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ સંદર્ભે વાત કરતાં બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે ‘આ વર્ષે આઇપીએલ યોજવા વિશે વિવિધ વિકલ્પો પર વિચારણા કરાઈ રહી છે અને જે પ્રમાણે વિચારણા થઈ રહી છે એ જોતાં સ્પષ્ટ ખબર પડે છે દરેક જણ ઇચ્છે છે આઇપીએલ રમાય. એ માટે અમે વિવિધ ફૉરેન બોર્ડ સાથે સતત સંપર્કમાં છીએ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ કે ભારત સરકાર પાસેથી જે પણ સમાચાર મળે છે એને શૅર કરીએ છીએ. આમ જોવા જઈએ તો એ ટૂ-વે પ્રોસેસ છે, કેમ કે વિદેશી પ્લેયરોને ભારતમાં આવવાથી અટકાવવામાં આવ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીએ તો જ્યારે પણ આઇપીએલ યોજાશે ત્યારે વિદેશી પ્લેયરોને દેશમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે.’

કોરોના વાઇરસને લીધે દેશમાં ૧૪ એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે અને દેશની જનતામાં કોરોના વિશે જાગરૂકતા ફેલાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૯ સ્પોર્ટ્સ પર્સનને અપીલ કરી છે. જોકે આ લૉકડાઉન લંબાવવાની શક્યતા પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK