IPL 2020: UAEમાં BCCIના મેડિકલ ઓફિસર કોરોના સંક્રમિત

Published: Sep 03, 2020, 13:58 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

BCCIએ IPLમાં 20,000 કોરોના ટેસ્ટનું 10 કરોડ બજેટ રાખ્યું છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)નો કહેર જાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સતત વધી રહ્યો છે. હવે UAEમાં હાજર બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના સિનિયર મેડિકલ ઓફિસરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે તેમનામાં કોઈ ખાસ લક્ષણો નથી અને અત્યારે તેઓ આઈસોલેશનમાં છે.

બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, અમારી મેડિકલ ટીમના એક સભ્ય કોરોના સંક્રમિત છે. જો કે, આ કોઈ મોટો મુદ્દો નથી. કારણ કે સિનિયર મેડિકલ ઓફિસરમાં ખાસ કોઈ લક્ષણો નથી અને હાલ તેઓ આઈસોલેશનમાં છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. તે કોઈની સાથે સંપર્કમાં નહોતા. તેમના UAE આગમન દરમિયાન ચેપ લાગ્યો હોવાની આશંકા છે.

તમને જણાવી દઈએ કે, 29 ઓગસ્ટે, BCCIએ 2 ખેલાડીઓ સહિત 13 લોકો કોરોના પૉઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જો કે, બોર્ડે ખેલાડીઓ અને ટીમના નામ જાહેર કર્યા નથી. એટલું જ નહીં, BCCIએ IPL દરમિયાન 20,000 કોરોના ટેસ્ટ કરવાની યોજના બનાવી છે. બોર્ડ આ માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બોર્ડે આ માટે UAEની VPS હેલ્થ કેર કંપની સાથે કરાર કર્યો છે. કંપનીને તમામ ટેસ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. BCCIને એક ટેસ્ટ માટે 200 દિરહમ (આશરે 3,971 રૂપિયા) ખર્ચ કરવા પડશે. IPL દરમિયાન કંપની 75 આરોગ્ય કર્મચારીઓને કોરોના ટેસ્ટ માટે તહેનાત કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK