IPL 2020: બૅન્ગલોરની વધુ એક વિરાટ જીત

Published: 13th October, 2020 14:17 IST | IANS | Sharjah

કલકત્તાને સીઝનના સેકન્ડ હાઇએસ્ટ ૮૨ રનની હરાવ્યું, આ પહેલાં પંજાબને હાઇએસ્ટ ૯૭ રનથી પછાડ્યું હતુંઃ ૩૩ બૉલમાં અણનમ ૭૩ રન સાથે ડિવિલિયર્સે શારજાહ ગજાવ્યુંઃ શંકાસ્પદ બોલિંગ-ઍક્શનવાળા નારાયણને કલકત્તાએ ન રમાડ્યો

આઇપીએલની ૧૩મી સીઝનની ગઈ કાલે શારજાહમાં રમાયેલી આ સીઝનની ૨૮મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે સીઝનના સેકન્ડ હાઇએસ્ટ ૮૨ રનથી કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું.
આઇપીએલની ૧૩મી સીઝનની ગઈ કાલે શારજાહમાં રમાયેલી આ સીઝનની ૨૮મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે સીઝનના સેકન્ડ હાઇએસ્ટ ૮૨ રનથી કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું.

આઇપીએલની ૧૩મી સીઝનની ગઈ કાલે શારજાહમાં રમાયેલી આ સીઝનની ૨૮મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે સીઝનના સેકન્ડ હાઇએસ્ટ ૮૨ રનથી કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું. બૅન્ગલોરે આપેલા ૧૯૫ રનના ટાર્ગેટ સામે કલકત્તા ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૨ રન જ બનાવી શક્યું હતું.
બૅન્ગલોરની આ સીઝનની આ પાંચમી જીત હતી. આ જીત સાથે બૅન્ગલોર પૉઇન્ટ-ટેબલ પર ત્રીજા નંબરે પહોંચી ગયું.
બાઝીગરો પાણીમાં બેસી ગયા
છેલ્લી બે મૅચમાં દિલ્હી અને પંજાબ સામે હારેલી બાજી જીતી લઈને કમાલની કમાલ કરનાર કલકત્તાએ ૧૯૫ રનના ટાર્ગેટ સામે પહેલેથી જ હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં અને ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૨ રન બનાવી શક્યું હતું અને ૮૨ રનથી મૅચ હારી ગયું હતું. પ્રથમ મૅચ રમી રહેલો બેન્ટન ૮ રન, નીતીશ રાણા ૯ રન, મૉર્ગન ૮ રન, કૅપ્ટન કાર્તિક ૧ રન અને ડેન્જરમૅન રસેલ ૧૬ જ રન બનાવી શક્યા હતા. શુભમન ગિલે ૩૪ અને કાલે સાતમા ક્રમાકે બૅટિંગ કરવા આવેલા રાહુલ ત્રિપાઠીએ ૨૨ બૉલમાં ૧૬ રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે ૧૨ રનમાં બે અને વૉશિંગ્ટન સુંદરે ૨૦ રનમાં બે વિકેટ લીધી હતી.
ડિવિલિયર્સ લોકોનાં દિલ જીત્યો
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીઅે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. બન્ને ટીમે ટીમમાં અેક-અેક બદલાવ કર્યા હતાં. શંકાસ્પદ બોલિંગ-ઍક્શનના રિપોર્ટ બાદ સાવચેતીરૂપે કલકત્તાઅે સુનીલ નારાયણને બદલે ટૉમ બેન્ટનનો અને બૅન્ગલોરે ગુરકીરત માનની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો હતો.
ઓપનરો ઍરોન ફિન્ચ (૪૭) અને દેવદત્ત પડિક્કલે (૩૨) ૭.૪ ઓવરમાં ૬૭ રન સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. ઓપનરોની વિદાય બાદ ટુર્નામેન્ટની સૌથી ડેન્જર જોડીમાંની અેક વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે ૪૬ બૉલમાં ૧૦૦ રનની અણનમ પાર્ટનરશિપ સાથે મેદાન ગજાવ્યું હતું અને તેઓ બૅન્ગલોરને ૨૦ ઓવરમાં બે વિકેટે ૧૯૪ રનના સ્કોર સુધી લઈ ગયા હતા. વિરાટે ૨૮ બૉલમાં માત્ર એક ફોર સાથે અણનમ ૩૩ રન કરી ડિવિલિયર્સની ફટકાબાજી માણી હતી. ડિવિલિયર્સ તેના જૂના અંદાજમાં ફરી આવતાં ૩૩ બૉલમાં ૬ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૭૩ રન ફટકાર્યા હતા. ડિવિલિયર્સ વિરાટ કરતાં ફક્ત પાંચ બૉલ વધુ રમ્યો હતો, પણ તેના કરતાં ૪૦ રન વધુ બનાવ્યા હતા.

વિરાટ-ડિવિલિયર્સ જોડી નંબર-વન

વિરાટ અને ડિવિલિયર્સે ગઈ કાલે ત્રીજી વિકેટ માટે ૧૦૦ રનની અણનમ પાર્ટનરશિપ કરી હતી. આઇપીઅેલમાં તેમની વચ્ચે ૧૦મી સેન્ચુરી પાર્ટનરશિપ હતી. આ સાથે તેઓ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સેન્ચુરી પાર્ટનરશિપ કરનાર જોડી બન્યા હતા. આ પહેલાં ૯ સેન્ચુરી પાર્ટનરશિપનો રેકૉર્ડ વિરાટ અને ક્રિસ ગેઇલના નામે હતો. શિખર ધવન અને ડેવિડ વૉર્નર વચ્ચે ૬ વાર અને વૉર્નર અને બૅરસ્ટો વચ્ચે પાંચ વાર સેન્ચુરી પાર્ટનરશિપ જોવા મળી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK