IPL 2020: ઘાયલ ચેન્નઈની વિરુદ્ધ વિજયની હૅટટ્રિક લગાવવા માગશે બૅન્ગલોર

Published: 25th October, 2020 14:22 IST | Mumbai correspondent | Mumbai

ચેન્નઈનો મુકાબલો આજે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સાથે થવાનો છે. રાજસ્થાન અને કલકત્તાને હરાવીને બૅન્ગલોરની ટીમ આજે જીતની હૅટટ્રિક લગાવવા વિરાટ પર્ફોર્મન્સ બતાવી શકે છે.

IPL 2020: ઘાયલ ચેન્નઈની વિરુદ્ધ વિજયની હૅટટ્રિક લગાવવા માગશે બૅન્ગલોર
IPL 2020: ઘાયલ ચેન્નઈની વિરુદ્ધ વિજયની હૅટટ્રિક લગાવવા માગશે બૅન્ગલોર

ત્રણ વખત આઇપીએલ ટાઇટલ જીતનારી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ અત્યાર સુધી ૧૧માંથી માત્ર ત્રણ મૅચ પોતાના નામે કરી શકી છે. ચેન્નઈનો મુકાબલો આજે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સાથે થવાનો છે. રાજસ્થાન અને કલકત્તાને હરાવીને બૅન્ગલોરની ટીમ આજે જીતની હૅટટ્રિક લગાવવા વિરાટ પર્ફોર્મન્સ બતાવી શકે છે. કલકત્તાને જે પ્રમાણે બૅન્ગલોરે પરાજય આપ્યો હતો એનાથી ટીમનો ઉત્સાહ વધી ગયો હશે. પાછલા મુકાબલામાં બૅન્ગલોરે ચેન્નઈને પરાજય આપ્યો હતો અને આ મૅચમાં પણ એ જ જીતનું પુનરાવર્તન કરવાનો બૅન્ગલોર પ્રયાસ કરશે. ટીમનું બોલિંગ અને બૅટિંગ ડિપાર્ટમેન્ટ સારું પ્રદર્શન કરી રહ્યું હોવાને લીધે તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK