IPL 2020: અશ્વિને બૅટ્સમેનોને આપી પહેલી અને છેલ્લી વૉર્નિંગ

Published: 7th October, 2020 13:46 IST | IANS | Dubai

સ્ટાર સ્પિનર સોમવારે બૅન્ગલોરના ઍરોન ફિન્ચને માન્કડેડ કરી શકતો હતો, પણ કોચ પૉન્ટિંગને આપેલા વચનનું પાલન કરીને પ્લેયરને આ સીઝન માટે તેણે આપી ચેતવણી

આર અશ્વિન
આર અશ્વિન

ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રવિચંદ્રન અશ્વિન દ્વારા જોસ બટલરને માન્કડેડ કર્યા બાદ ક્રિકેટ-જગતમાં હોબાળો મચી ગયો હતો. આ વર્ષે એ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે દિલ્હી કૅપિટલ્સના કોચ રિકી પૉન્ટિંગે ખાસ આ મુદ્દે અશ્વિન સાથે આઇપીએલ પહેલાં વાતચીત કરી હતી. જોકે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની મૅચમાં બૅન્ગલોરના ઍરોન ફિન્ચને માન્કડેડ કરવાની તક અશ્વિનને મળી હતી, પણ પૉન્ટિંગને આપેલા વચનનું પાલન કરી તેણે ઍરોન ફિન્ચ અને આઇપીએલ ટ્વેન્ટી૨૦માં આ સંદર્ભે પોતાની પહેલી અને છેલ્લી વૉર્નિંગ આપી દીધી હતી.
માન્કડેડ વિશે પોતાની સ્પષ્ટતા કરતાં સોશ્યલ મીડિયા પર અશ્વિને કહ્યું કે ‘મને આ વાતની ચોખવટ કરવા દો! ૨૦૨૦ની આ મારી પહેલી અને છેલ્લી વૉર્નિંગ છે. હું આ ઑફિશ્યલી કહું છું અને પછીથી મને એ માટે બ્લૅમ કરવામાં ન આવવો જોઈએ. રિકી પૉન્ટિંગ, ઍરોન ફિન્ચ અને હું ઘણા સારા મિત્રો છીએ.’
મજાની વાત એ છે કે ફિન્ચને માન્કડેડ ન કરતાં અશ્વિને ડિલિવરી ન કરી એને ફ્રી બૉલ કરી દીધો હતો. આ ઘટના વખતે જ્યારે કૅમેરો રિકી પૉન્ટિંગ તરફ ફર્યો હતો ત્યારે તે ડગઆઉટમાં હસતો જોવા મળ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK