IPL 2020: અર્જુન તેન્ડુલકર ટૂંક સમયમાં MI વતિથી રમશે?

Published: 17th October, 2020 16:16 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

અર્જુન તેન્ડુલકર નેટ્સમાં ખેલાડીઓ સાથે બોલીંગ કરી રહ્યો છે. તેની સાથે બોલીંગ કોચ શેન બોન્ડ અને ક્રિકેટ ડાયરેક્ટર ઝહીર ખાનના નેજા હેઠળ તે ક્રિકેટ ઉપર ધ્યાન આપી રહ્યો છે

અર્જુન તેન્ડુલકર
અર્જુન તેન્ડુલકર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) આ વર્ષે પણ સારુ પર્ફોર્મન્સ કરી રહી છે. ગઈ કાલે જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે સરળતાથી વિજય મેળવ્યો હતો. આ દરમિયાન ક્રિકેટના ભગવાન કહેતા સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકર પણ ગેલેરીમાં દેખાયા હતા. તે મુંબઈ ઈન્ડિયન્સના નેટ-બૉલિંગ યુનિટનો એક ભાગ છે. પરિણામે તે UAEમાં છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા સૂત્રોએ કહ્યું કે, અર્જુન તેન્ડુલકર નેટ્સમાં ખેલાડીઓ સાથે બોલીંગ કરી રહ્યો છે. તેની સાથે બોલીંગ કોચ શેન બોન્ડ અને ક્રિકેટ ડાયરેક્ટર ઝહીર ખાનના નેજા હેઠળ તે ક્રિકેટ ઉપર ધ્યાન આપી રહ્યો છે.

ગઈ કાલે જ અબુ ધાબીમાં રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા કેકેઆરએ પાંચ વિકેટે 148 રન કર્યા હતા, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સે સરળતાથી બે વિકેટે 149 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ પાર્ટનરશીપ જ  94 રનની હતી. કૅપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ મારીને 35 રને શિવમ માવીનો શિકાર બન્યો હતો. સુર્યકુમાર યાદવ 10 રને આઉટ થયો હતો. મેચનો હિરો ક્વિન્ટીન ડી કોકે 44 બોલમાં નવ ફોર અને ત્રણ સિક્સ મારીને 78 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 21 રન કર્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK