IPL 2020: KXIPનો આ બેટ્સમેન હૉસ્પિટલમાં મજા કરી રહ્યો છે

Published: 11th October, 2020 15:52 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગેઈલની તબિયત સારી નથી, તે હૉસ્પિટલમાં એડમિટ હોય એવુ તસવીર પરથી જણાય છે, તેમ છતાં તે પોતાના કૂલ એટીટ્યુડ માટે જાણીતો છે

તસવીર સૌજન્યઃ ક્રિસ ગેઈલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ ક્રિસ ગેઈલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ની ટીમ તેમના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલને મિસ કરી રહી છે. થોડાક દિવસો પહેલા જ ટીમના હેડ કોચ અનિલ કુંબલેએ કહ્યું હતું કે ગેઈલને ફૂડ પોઈઝનીંગ થયું છે.

ગેઈલની તબિયત સારી નથી, તે હૉસ્પિટલમાં એડમિટ હોય એવુ તસવીર પરથી જણાય છે, તેમ છતાં તે પોતાના કૂલ એટીટ્યુડ માટે જાણીતો છે.

હાલમાં જ આ આક્રમક બેટ્સમેને ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો શૅર કર્યો છે. તેણે કૅપ્શન આપી કે, હું તમને કહુ છુ કે હુ લડત વગર હાર માનીશ નહીં. હું યુનિવર્સનો બોસ છું, જે ક્યારેય નહીં બદલાય. તમે મારી પાસેથી શીખી શકો છો..પણ આ બધુ જ ફોલો કરવાનુ એમ હું તમને નથી કહેતો. મારી સ્ટાઈલને ભૂલો નહીં. મારા પ્રત્યેની તમારી ફીકરને હું ખૂબ જ બિરદાવુ છું.

ફોટામાં ગેઈલના એક હાથમાં વાઈનનો ગ્લાસ છે જ્યારે બીજા હાથમાં ફોન છે. ગેઈલે અંતે લખ્યું કે, હું સાચે ફોન ઉપર હતો.

કિંગ્સ ઈલેવન પંજાબમાં કૅપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ફોર્મમાં છે, પરંતુ મેક્સવેલનું પ્રદર્શન અપેક્ષા કરતા ખરાબ હોવાથી ટીમને ક્રિસ ગેઈલની અછત સર્જાઈ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK