IPL 2020: ઘરે બેસવા કરતાં બાયો બબલમાં ક્રિકેટ રમવાનું પસંદ કરીશ: સ્ટોક્સ

Published: 30th October, 2020 09:58 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

ક્રિકેટરે ઈન્ટરવ્યૂમાં કહી આ વાત

બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ

બાયો બબલમાં રહેવું કેટલાક પ્લેયર્સ માટે કંટાળાજનક હોય છે, જ્યારે બેન સ્ટોક્સનું કહેવું છે કે ઘરે બેસવા કરતાં હું બાયો બબલમાં ક્રિકેટ રમવાનું વધારે પસંદ કરીશ. તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં સ્ટોક્સે જણાવ્યું કે ‘આ પરિસ્થિતિ કેટલાક પડકાર સાથે આવે છે. તમારા પરિવારથી દૂર તમે એક જ સ્થળે લાંબા સમય માટે રહો છો અને પછી તમને કંટાળો આવવા માંડે છે. મારા મતે ઘરે બેસવા કરતાં તમે તમારી મનપસંદ ક્રિકેટ બબલમાં રહીને રમી શકો છો. દુનિયામાં એવા ઘણાય છે જેઓ આ પરિસ્થિતિમાં આપણા કરતાં વધારે સહન કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે વિચારીએ છીએ ત્યારે પોતાને વધારે સારી પરિસ્થિતિમાં અનુભવીએ છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK