IPL 2020 : ગિફ્ટેડ પ્લેયર નથી, બધું હાર્ડવર્ક અને સ્માર્ટવર્કથી મેળવ્યું છે: ઐયર

Published: 5th October, 2020 14:21 IST | PTI | Sharjah

દિલ્હીના કૅપ્ટને કલકત્તા સામે ૩૮ બૉલમાં ૮૮ રનની અફલાતૂન ઇનિંગ્સનું શ્રેય જિમમાં કરેલી સખત મહેનતને આપ્યું હતું

શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર

કલકત્તા સામેની મૅચમાં દિલ્હીનો કૅપ્ટન શ્રેયસ ઐયર પુરબહારમાં ખીલ્યો હતો અને ૩૮ બૉલમાં ૭ ફોર અને ૬ સિક્સર દ્વારા નૉટઆઉટ ૮૮ રનની ફટકાબાજી કરીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. પોતાની આ જબરદસ્ત ફટકાબાજીનો રાઝ ખોલતાં ઐયરે કહ્યું કે હું કોઈ ગિફ્ટેડ પ્લેયર નથી, પણ આ મેં કરેલા હાર્ડ અને સ્માર્ટવર્કનું પરિણામ છે.
મૅચ પત્યા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં શ્રેયસ ઐયરે કહ્યું કે ‘મેં જિમ સેશનમાં ઘણું હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક કર્યું છે જેનું આ પરિણામ છે. માટે હું મારી જાતને ગિફ્ટેડ પ્લેયર નહીં કહું. મારા માટે મૅચની શરૂઆતમાં સેટ થવા માટે થોડો સમય લેવો જરૂરી છે જે પહેલાંની ગેમમાં પણ હું લેતો હતો. બોલરનો સામનો કરી તેને સમજવો અને પછી સ્ટ્રાઇક સતત રોટેડ કરતા રહેવું જરૂરી છે. સદ્નસીબે મારા માટે આ આઇડિયા કામ કરી ગઈ. ઓછા માર્જિનથી મળેલી જીતની આપણે હંમેશાં વાત કરતા હોઈએ છીએ અને આ એમાંની એક હતી. જે પ્રમાણે ટીમે પ્રદર્શન કર્યું એ જોઈને હું ખુશ છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK