IPL 2020: હારની હૅટ-ટ્રિક બાદ દિલ્હીના કોચ રિકી પૉન્ટિંગે કહ્યું, ટીમ માટે ચૅઝિંગ ચિંતાનો વિષય

Published: 29th October, 2020 14:19 IST | PTI | Dubai

આઇપીએલની શરૂઆતમાં સારું પ્રદર્શન કરી પૉઇન્ટ ટેબલમાં નંબર-વન રહેલી દિલ્હી કૅપિટલ્સને છેલ્લી ત્રણ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે

કોચ રિકી પૉન્ટિંગે કહ્યું, ટીમ માટે ચૅઝિંગ ચિંતાનો વિષય
કોચ રિકી પૉન્ટિંગે કહ્યું, ટીમ માટે ચૅઝિંગ ચિંતાનો વિષય

આઇપીએલની શરૂઆતમાં સારું પ્રદર્શન કરી પૉઇન્ટ ટેબલમાં નંબર-વન રહેલી દિલ્હી કૅપિટલ્સને છેલ્લી ત્રણ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેનાથી ચિંતાતુર બનેલા ટીમના હેડ કોચ રિકી પૉન્ટિંગનું કહેવું છે કે ટીમ માટે રન ચૅઝ કરવા એક ચિંતાનો વિષય છે, જેમાં તાત્કાલિક ધોરણે સુધારો કરવો પડશે.
પૉન્ટિંગે કહ્યું કે ‘આ એક ચિંતાનો વિષય છે. જ્યારે અમે પહેલાં બોલિંગ કરી છે ત્યારે સામેવાળી ટીમને મોટો સ્કોર કરવાની તક આપી દીધી છે. અમારે આ દિશામાં સુધારો કરવો પડશે. પહેલાં બોલિંગ કરીને પછીથી રન ચૅઝ કરવામાં સુધારો જરૂરી છે, કેમ કે અમે એમ કરવામાં સફળ નથી રહ્યા. ટુર્નામેન્ટની શરૂઆતથી અમને રફ આઇડિયા હતો કે ક્વૉલિફાય થવા માટે કેટલા પૉઇન્ટ જરૂરી છે. અમને સાત મૅચમાં પહેલાં જીત મળી ગઈ અને હવે સતત ત્રણ મૅચ ગુમાવવાનો વારો આવ્યો. અમારે ફરીથી બધુ રિસેટ કરવું પડશે. અમારી હવેની મૅચ મુંબઈ સામે અને છેલ્લી મૅચ બૅન્ગલોર સામે છે અને જો અમે આ પ્રકારે રમતા રહીશું તો આગળ વધવું અમારા માટે અઘરું બની જશે. માટે અમારે શક્ય એટલા જલદીથી ફેરફાર કરવા પડશે. અમારી સાથે ટુર્નામેન્ટમાં એવું ઘણી વાર બન્યું છે કે જે ટીમ અમારાથી ઉપરની પૉઝિશન પર ગઈ છે એને પાછી નીચે લાવવી અમારા માટે અઘરું બની રહે છે. જ્યાં પણ અમારી કમી છે ત્યાં અમારે સુધારા લાવવા પડશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK