IPL 2020: ફાસ્ટ બૉલીંગનું એપિસેન્ટર બનતી ટુર્નામેન્ટ

Published: 16th October, 2020 14:16 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આઈપીએલની શરૂઆત બાદ 100મી વખત એવુ બન્યુ કે બોલની સ્પીડ 150.7થી 156.22ની વચ્ચે હોય

તસવીર સૌજન્યઃ પીટીઆઈ
તસવીર સૌજન્યઃ પીટીઆઈ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની દરેક મેચ છેલ્લે સુધી રસપ્રદ રહે છે. બેટિંગ અને બૉલીંગના આંકડા પણ આ સીઝનમાં આકર્ષક છે. અત્યારસુધીમાં 16 બૉલર્સે 150.7 kmph કરતા પણ વધુ સ્પીડમાં બોલીંગ થઈ હોવાથી IPL 2020 ફાસ્ટ બૉલીંગનું એપિસેન્ટર બની રહી છે, એમ કહી શકાય છે.

બુધવારે દિલ્હી કૅપિટલ્સ (DC)ના એનરિચ નોર્તજેએ રાજસ્થાન રૉયલ્સ (RR) સામે 150.7 કરતા વધુ સ્પીડમાં બૉલીંગ કરતા આઈપીએલની વર્ષ 2008થી શરૂઆત બાદ 100મી વખત એવુ બન્યુ કે બોલની સ્પીડ 150.7થી 156.22ની વચ્ચે હોય, એમ આઈપીએલની અધિકૃત વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે. બુધવારે નોર્તજેએ એક જ ઓવરમાં ચાર બોલ 150થી વધુ સ્પીડમાં ફેંક્યા હતા.

અન્ય 15 બોલર્સમાં ડેલ સ્ટેયન, કેજીસો રબાડા, પેટ ક્યુમિન્સ, શોન ટેઈટ, જોફ્રા આર્ચર, નવદિપ સૈની, લસિથ મલિંગા, લોકી ફ્રેગસન, ઉમેશ યાદવ, બિલી સ્ટેનલેક, ઈશાંત શર્મા, મોર્ની મોર્કલ, મિશેલ જોનસન, પરવિન્દર અવાના અને વિર પ્રતાપ સિંહનો સમાવેશ છે.

નોર્તજેએ 156.22 kmphની સ્પીડે બોલ ફેકતા ડેલ સ્ટેયનનો આઠ વર્ષ જૂનો 154.40નો રેકોર્ડ તોડ્યો હતો. નોર્તજેની પહેલી સીઝનમાં તેણે 12 બોલ દોઢસોથી પણ વધુ સ્પીડમાં ફેંક્યા છે. રાજસ્થાન રૉયલ્સના જોફ્રા આર્ચરે પણ આ સીઝનમાં 15થી પણ વધુ વખત 150 કરતા વધુ સ્પીડમાં બોલિંગ કરી છે. ઑસ્ટ્રેલિયાના શોન ટેઈટે 153.43ની સ્પીડમાં બોલિંગ કરી છે અને આઈપીએલના ઈતિહાસમાં આઠ વખત 150 કરતા વધુ સ્પીડમાં બોલિંગ કરી છે.

ટુર્નામેન્ટમાં 10 સૌથી ઝડપી બોલ ફેકનારા બોલર્સમાં સૈની અને યાદવ બે જ ભારતીય છે. ગત સીઝનમાં સૈનીએ 14 વખત 150થી પણ વધુની સ્પીડમાં બોલીંગ કરી હતી, જ્યારે યાદવે ચાર વખત આ ઝડપથી બોલ ફેંક્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK