IPL 2019: પંત જેવી સ્પેશ્યલ ટૅલન્ટને ડામવાની કોશિશ ન કરી શકો : કોચ પ્રવીણ આમરે

Published: May 12, 2019, 13:30 IST | (પી.ટી.આઈ.) | હૈદરાબાદ

તેમના મતે આ સીઝનમાં દિલ્હીની ‘કાયાપલટ’ થઈ છે : મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા આ સીઝનનો બેસ્ટ કૅપ્ટન રહ્યો, જેણે નાજુક સમયે ઝડપથી સાચા નિર્ણયો લઈને ટીમને લીડ કરી છે

કોચ પ્રવીણ આમરે
કોચ પ્રવીણ આમરે

દિલ્હી ટીમના સ્કાઉટિંગ હેડ પ્રવીણ આમરેનું માનવું છે કે રિષભ પંત જેવા સ્પેશ્યલ ટૅલન્ટને તેની નૅચરલ ગેમ રમવા દો. બદલવાની કોશિશ કરશો તો તેની ગેમ ખરાબ થઈ થશે. રિષભ પંતે આ સીઝનની ૧૬ મૅચમાં ૩૭.૫૩ની ઍવરેજથી દિલ્હી વતી હાઇએસ્ટ ૪૮૮ રન બનાવ્યા હતા. તેણે ગયા વર્ષે ૬૮૪ રન બનાવ્યા હતા.

૨૦૧૨ પછી પહેલી વખત આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચનાર દિલ્હીનો આ ૨૧ વર્ષનો વિકેટકીપર-બૅટ્સમૅન પંત શરૂઆતમાં વલ્ર્ડ કપ ટીમમાં સિલેક્ટ ન થતાં હતાશ થયો હતો, પણ પછી તે દિલ્હી વતી હાઇએસ્ટ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. પંતે એલિમિનેટર મૅચમાં મંગળવારે કૅન વિલિયમસનની કૅપ્ટન્સીવાળી હૈદરાબાદ સામે ૨૧ બૉલમાં પાંચ સિક્સરની મદદથી ૪૯ રન બનાવીને ટીમને બે વિકેટથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આમરેએ મીડિયાને કહ્યું, ‘પંત ૩ વર્ષ પહેલાં દિલ્હીની ટીમમાં જોડાયો હતો. ત્યારના અને અત્યારના પંતમાં ઘણો સુધાર આવ્યો છે. તેનામાં એક્સ-ફૅક્ટર આવ્યો છે. તે આજે એકલેહાથે મૅચ જિતાડી શકે છે. તેની ફિનિશિંગ સ્કિલ વિશે તે સજાગ છે. તેને ખબર છે કે તેણે એકલેહાથે મૅચ જિતાડવાની છે. ટી૨૦ ક્રિકેટમાં આક્રમક રમવું જરૂરી છે, આ ફૉર્મેટમાં સેફ ક્રિકેટ ન રમી શકાય. આ સીઝન દિલ્હી માટે સફળ રહી હતી, કારણ કે ખેલાડીઓએ ડર્યા વગર નિર્ભયતાથી ક્રિકેટ રમ્યું હતું. ટીમ-મૅનેજમેન્ટે સારો સપોર્ટ કર્યો હતો જેમાં ભૂતપૂર્વ સફળ કૅપ્ટનો સૌરવ ગાંગુલી અને રિકી પૉન્ટિંગ સામેલ છે. અંતે, અમે દિલ્હીના લોયલ ફૅન્સને સારું રિઝલ્ટ આપવામાં સફળ રહ્યા છે. મારા મતે આ સીઝનમાં દિલ્હીની ટોટલ કાયાપલટ થઈ છે.

આ પણ વાંચો : IPL 2019: ચેન્નઈ-મુંબઈ વચ્ચે ટાઈટલના 'ચોગ્ગા' માટે ટક્કર

આ સીઝનમાં અમારા પ્લાનને એક્ઝિક્યુટ કરવામાં શિખર ધવન, શ્રેયસ અય્યર અને કેગિસો રબાડાનો ફાળો મહત્વનો રહ્યો છે. લીગ સ્ટેજમાં બીજી ટીમોની જેમ અમે સારું પર્ફોર્મ કર્યું હતું. દરેક સીઝનમાં અમે અન્ડરડૉગ્સ હતા, પણ આ સીઝનમાં અમે ડર્યા વગર રમ્યા એટલે પ્રગતિ કરી શક્યા. બીજી ક્વૉલિફાયરમાં ચેન્નઈ સામે ૬ વિકેટથી હાર છતાં ઘણી સકારાત્મક બાબતોથી અમે પ્રેરણા લઈશું. ૭૦ ટકા પ્લેયરો ગઈ સીઝનમાં દિલ્હી વતી રમ્યા હતા જેનો અમને ફાયદો થયો. મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા આ સીઝનનો બેસ્ટ કૅપ્ટન રહ્યો જેણે નાજુક સમયે જલદી ડિસિઝન લઈને ટીમને લીડ કરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK