ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે : કાર્તિક

(જી.એન.એસ.) | મોહાલી | May 05, 2019, 11:18 IST

કોલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકને મેદાન પર તમે હંમેશાં શાંત જોયો હશે, પરંતુ શુક્રવારે કાર્તિક કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પોતાની ટીમની આગેવાની કરી રહ્યો હતો ત્યારે મેદાન પર તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો હતો.

ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે : કાર્તિક
દિનેશ કાર્તિક

કોલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકને મેદાન પર તમે હંમેશાં શાંત જોયો હશે, પરંતુ શુક્રવારે કાર્તિક કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પોતાની ટીમની આગેવાની કરી રહ્યો હતો ત્યારે મેદાન પર તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો હતો. જ્યારે મૅચ બાદ તેને આ આક્રમકતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ક્યારેક-ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે, તો મને ચિંતા નથી.

પંજાબ વિરુદ્ધ રમાયેલી આ મૅચમાં કલકત્તાને પ્લે-ઑફની રેસમાં ટકી રહેવા માટે ગમે એ ભોગે વિજયની જરૂર હતી. પ્રથમ ઇનિંગ્સમાં બ્રેક દરમ્યાન કાર્તિક પોતાના બોલરો અને ફીલ્ડરોને ખિજાતો જોવા મળ્યો હતો, કારણ કે ટીમના ખેલાડીઓ ટીમની નક્કી રણનીતિ પર યોગ્ય ન ઠર્યા હતા. કાર્તિકને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું કે શું કામ તે આટલો ગુસ્સામાં હતો, તો તેણે કહ્યું કે તે પોતાના બોલરો અને ફીલ્ડરોથી નાખુશ હતો.

આ પણ વાંચો : મુંબઈ પ્રીમિયર લીગ ઑક્શનમાં મિડ-ડે કપના ત્રણ ખેલાડી છવાયા

કાર્તિકે કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસો અમારા માટે પડકારજનક રહ્યા છે. અમારા બોલર અને ફીલ્ડરો મેદાન પર જે ભૂલ કરી રહ્યા હતા એથી હું ખુશ નહોતો. મેં વિચાર્યું કે મારે મારા ખેલાડીઓને જણાવી દેવું જોઈએ કે હું શું અનુભવી રહ્યો છું. આવું બહુ ઓછું થતું હોય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK