IPL 2019:પ્રિતી ઝિંટા ધોનીની પુત્રી ઝીવાને કિડનેપ કરવા ઈચ્છે છે !!

મુંબઈ | May 08, 2019, 20:10 IST

અશ્વિનની કેપ્ટનસીમાં ટીમ પ્લે ઓફમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી. પરંતુ દરેક સિઝનની જેમ આ વખતે પણ ટીમની સહ માલિક પ્રીતિ ઝિન્ટાએ સિઝન દરમિયાન પોતાનું આકર્ષણ જાળવી રાખ્યું.

IPL 2019:પ્રિતી ઝિંટા ધોનીની પુત્રી ઝીવાને કિડનેપ કરવા ઈચ્છે છે !!
પ્રીતિ ઝિન્ટા અને ધોની ( Image Courtesy : Preity Zinta Twitter )

કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાં સારું પ્રદર્શન નથી કરી શકી. અશ્વિનની કેપ્ટનસીમાં ટીમ પ્લે ઓફમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી. પરંતુ દરેક સિઝનની જેમ આ વખતે પણ ટીમની સહ માલિક પ્રીતિ ઝિન્ટાએ સિઝન દરમિયાન પોતાનું આકર્ષણ જાળવી રાખ્યું. તાજેતરમાં જ પ્રિતી ઝિન્ટાએ ટ્વિટર પર ધોનીનો ફોટો શૅર કર્યો છે. ફોટો શૅર કરીને પ્રીતિ ઝિન્ટાએ લખ્યું,'કેપ્ટન કૂલના સખ્યાબંધ ફેન્સ છે, જમાંથી એક હું પણ છું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મારી લોયલ્ટી તેની પુત્રી ઝીવા તરફ વધી ગઈ છે. હું ધોનીને ચેતવું છું કે હું તેની પુત્રીને કિડનેપ કરી લઈશ.'

 

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં ધોનીના પ્રદર્શનની સાથે સાથે તેમની પુત્રી ઝીવા પણ ચર્ચામં રહી હતી. તાજેતરમાં જ ધોનીએ પુત્રી ઝીવા સાથે ફોટોઝ અને વીડિયોઝ પણ શૅર કર્યા હતા. હવે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ નાનકડી ઝીવાની ફેન બની ચૂકી છે. એટલે જ કદાચ પ્રીતિ ઝિન્ટાએ જાહેરમાં જ ઝીવાને કિડનેપ કરવાની ધમકી આપી છે.

 

 
 
 
View this post on Instagram

#supercubs Happy Easter ! @chennaiipl missing a few more kids in this frame !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) onApr 21, 2019 at 4:00am PDT

ઉલ્લેખનીય છે કે છેલ્લી લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નાઈ સુપરકિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જો કે આ જીત છતાંય પંજાબ પ્લે ઓફમાં ક્વોલિફાઈ નહોતી કરી શકી. તો ચેન્નાઈ પહેલી પ્લે ઓફમાં મંગળવારે મુંબઈ સામે 6 વિકેટે હારી ગયું હતું.

આ પણ વાંચોઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન પૂજારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમશે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK