વોટસન એક તરફ રનનો વરસાદ કરી રહ્યો હતો અને બીજી તરફ લોહી વહી રહ્યું હતું

Published: May 14, 2019, 12:20 IST

વૉટસન 20મી ઓવરના ચોથા બોલ પર રનઆઉટ થયો હતો જે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. વૉટસન જ્યારે રમી રહ્યો હતો ત્યારે તેના ડાબા પગના ઘૂંટણના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું તેમ છતા વૉટસન બેટિંગ કરી રહ્યો હતો

પગમાં લોહી નિકળવા છતા રમતો રહ્યો વૉટસન
પગમાં લોહી નિકળવા છતા રમતો રહ્યો વૉટસન

મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઈપીએલ 2019ની ફાઈનલમાં શેન વૉટસને 80 રનની જોરદાર ઈનિંગ રમી હતી. એમ તો ચેન્નઈ મેચ માત્ર 1 રનથી હારી ગઈ પરંતુ ચેન્નઈએ છેલ્લે સુધી જીત માટે દમ દેખાડ્યો હતો. મુંબઇએ આપેલા 150 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇ ટીમે દમ દેખાડ્યો હતો પણ નસીબ જોગે તે માત્ર 1 રને હારી ગયું હતું. ધોનીના આઉટ થયા બાદ લાગી રહ્યું હતું કે ચેન્નઇ ઇતિહાસ રચી નહી શકે. પરંતુ શેન વોટસને જે આક્રમક ઇનીંગ રમી હતી તેનાથી ચેન્નઇને જીતની નજીક લાવી દીધું હતું. પરંતુ કોઇને ખ્યાલ ન હતો કે 59 બોલમાં આક્રમક 80 રન કરનાર વોટસન મેદાન પર ઇજાની સાથે મેદાન પર રમી રહ્યો હતો. પગના ઘુટણમાં લોહી નીકળી રહ્યું હતું અને વોટસન મેદાન પર રનનો વરસાદ વરસાવી રહ્યો હતો.

મેદાન પર હતો ત્યારે વોટસનના પગના ઘુટણમાંથી લોહી વહી રહ્યું હતું

વૉટસન 20મી ઓવરના ચોથા બોલ પર રનઆઉટ થયો હતો જે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. વૉટસન જ્યારે રમી રહ્યો હતો ત્યારે તેના ડાબા પગના ઘૂંટણના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું તેમ છતા વૉટસન બેટિંગ કરી રહ્યો હતો. મેચ પુરી થયા બાદ હરભજન સિંહે આ વાતનો ખુલાસો કર્યો હતો. વૉટસને મેચ પછી ઘૂંટણના ભાગે 6 ટાંકા પણ આવ્યા હતા. ડાઈવ કરતી વખતે વૉટસનને પગમાં ઈજા થઈ હતી.

વોટસનના ઘુંટણમાં 6 ટાકા આવ્યા

હરભજને પોસ્ટ મુકતા લખ્યુ હતું કે, શું તમે વૉટસનના ઘૂંટણમાંથી લોહી નીકળતા જોયું. મેચ પછી તેમના ઘૂંટણમાં 6 ટાંકા આવ્યા. ડાઈવ લગાવતી વખતે વૉટલન ઈજાગ્રસ્ત થયા હતા તેમ છતા તે રમતા રહ્યા.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK