IPL 2019: સન રાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ

Apr 06, 2019, 18:20 IST

આઇપીએલ 2019માં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી ગત ત્રણ મેચ હૈદરાબાદે જીતી છે.

IPL 2019: સન રાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ
હૈદરાબાદ મુંબઇને આપશે ટક્કર

આઇપીએલ 2019માં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી ગત ત્રણ મેચ હૈદરાબાદે જીતી છે. એવામાં હૈદરાબાદ ટીમ રેકોર્ડને યથાવત રાખવા માંગશે. તો બીજી તરફ ચેન્નઇ જેની મજબુત ટીમની જીતનો રથ રોકીને જીતના લયમાં પરત ફરેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમ પણ આજે મજબુત ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

હૈદરાબાદ મુંબઇ ટીમને મજબુત ટક્કર આપી શકે છે

હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો જોરદાર ફોર્મમાં છે. બંને સતત ચાર મેચમાં 50થી વધુ રનની ભાગીદારી કરી છે. તો બોલિંગમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી, સંદીપ શર્મા સારા ફોર્મમાં છે.

સુર્યકુમાર યાદવ અને કૃણાલ પંડયાએ ટીમને મેચમાં પરત ફેરવ્યા હતા. છેલ્લી ઓવરમાં હાર્દિકે સારી બેટિંગ કરી હતી. બોલર બુમરાહ અને મલિંગા પર આધાર રહેશે. આ મેચ રાત્રે 8 વાગ્યે યોજાશે. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK