IPL 2019: સન રાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય

Mar 24, 2019, 16:04 IST

IPL 2019ની હૈદરાબાદ અને કોલકાતા સામેની મેચ રમાઈ રહી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદે કોલકાતાને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે.

IPL 2019: સન રાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય
સન રાઈઝર્સ હૈદરાબાદ vs કોલકાતા નાઈટ રાઈડર્સ

IPL 2019માં પહેલી જીત કોલકાતાએ પોતાના નામે કરી છે. સન રાઈઝર્સે આપેલા 182 રનના ટાર્ગેટને 2 બોલ બાકી રહેતા જીત મેળવી કોલકાતાએ આન્દ્રે રસેલના 19 બોલમાં 49 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી જેના કારણે કોલકાતાએ જીત મેળવી મેચના 2 પોઈન્ટ પોતાના નામે કરી છે.

2 બોલ બાકી રહેતા કોલકાતાની જીત. શુભમન ગીલેન ફટકારી ફિનિસિંગ સિક્સ

6 બોલમાં 13 રનની જરુર કોલકાતાને. આન્દ્રે રસેલની ધમાકેદાર ઈનિંગ

કોલકાતાને જીત માટે 12 બોલમાં 34 રનની જરુર સ્ટ્રાઈક પર આન્દ્રે રસેલ રહેેશે. 18 ઓવર પછી કોલકાતા 4 વિકેટે 148 રન

16 ઓવર બાદ કોલકાતા પહોચી 123 રન જીત માટે 24 બોલમાં 59 રન જરુરી

બ્રેક બાદ પહેલા જ બોલે નિતિશ રાણા એલબી આઉટ. 47 બોલમાં 68 રન બનાવી થયા આઉટ

100નો આંકડો કર્યો કોલકાતાએ પાર 14 ઓવર પછી 3 વિકેટે 104 રન. જીત માટે 36 બોલમાં 78 જરૂરી

કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિક આઉટ. માત્ર 2 રને સંદિપ શર્માના બોલ પર કેચઆઉટ.

12મી ઓવરમાં મળી હૈદરાબાદને મળી બીજી સફળતા. 12 ઓવર પછી કોલકાતાનો સ્કોર 87/2

રોબિન ઉથપ્પા આઉટ. સિદ્ધાર્થ કૉલના બોલ પર 35 રને બોલ્ડ 


આ પણ વાંચો: IPL 2019: જાણો દિલ્હી સામેની છેલ્લી 4 મેચમાં કેટલી જીતી મુંબઈ


10 ઓવરમાં 1 વિકેટના નુકસાને કોલકાતાએ 70 રન બનાવ્યા છે કોલકાતાને જીત માટે 60 બોલમાં 112 રન બનાવવાના છે.

8 ઓવર બાદ કોલકાતા 60 રનના સ્કોરે પહોંચ્યુ છે. નિતિશ રાણા અને  ઉથપ્પા મક્કમતાથી ઈનિંગ આગળ વધારી રહ્યા છે. નિતિશ રાણા 30 અને ઉથપ્પા 22 રનના સ્કોર પર રમી રહ્યા છે.

6 ઓવરના અંતે પાવરપ્લે પછી કોલકાતા પહોચી 47ના સ્કોર પર. 2 ઓવરમાં માત્ર 7 રન બાદ ઊથપ્પા અને નિતિશ રાણાનું ગેમમાં કમબેક

4 ઓવર પછી કોલકાતાનો સ્કોર 1 વિકેટે 30 રન. નિતેશ રાણા 11 બોલમાં 19 રન અને રોબિન ઉથપ્પા 4 રનના સ્કોર પર રમી રહ્યા છે.

2 ઓવર બાદ કોલકાતાએ માત્ર 7 રન બનાવી 1 વિકેટ ગુમાવી છે.કોલકાતાને ઈનિંગની શરુઆતમાં જ ઝાટકો લાગ્યો છે. ક્રિશ લિન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે.

કોલકાતા ટીમ તરફથી આન્દ્રે રસેલ અને પિષુષ ચાવલા સફળ બોલર રહ્યા હતા. આન્દ્રે રસેલે 2 વિકેટ ઝડપી હતી જ્યારે 1 વિકેટ પિયુષ ચાવલાના નામે રહી હતી.

20 ઓવર બાદ હૈદરાબાદે 3 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા છે. વૉર્નરના 85 રન અને વિજય શંકરના માત્રર 24 બોલમાં 40 રનની મદદથી હૈદરાબાદ 181 સુધી પહોચી હતી. કોલકાતાને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે.

18 ઓવર પછી હૈદરાબાદ 158 રન બનાવ્યા છે. એક પછી એક બે વિકેટ ગુમાવતા હૈદરાબાદની રનોની ગતિ ધીમી પડી છે. વિજય શંકર 21 રને અને મનીષ પાંડે 5 રને રમી રહ્યો છે.

યુસુફ પઠાણ પેવેલિયન પરત. હૈદરાબાદે ગુમાવી 152 રને ત્રીજી વિકેટ ગુમાવી. 

કોલકાતા માટે સૌથી મોટો બ્રેક થ્રુ ડેવિડ વૉર્નર 53 બોલમાં 85 રન બનાવીને આઉટ. 16 ઓવરના અંતે હૈદરાબાદ 144 રન 2 વિકેટના નુકસાન. વૉર્નર આઉટ થતા વિજય શંકરનો સાથ આપવા યુસુફ પઠાણ ક્રિઝ પર આવ્યા છે.

13મી ઓવરમાં બૈસ્ટ્રોની વિકેટ ગુમાવ્યા બાદ વિજય શંકર ક્રિઝ પર આવ્યો છે. 14 ઓવરના અંતે હૈદરાબાદ 129ના સ્કોરે પહોચ્યું છે. ડેવિડ વૉર્નર તેના અંદાજમાં બોલરો પર વરસી રહ્યો છે

હૈદરાબાદે ગુમાવી પહેલી વિકેટ પિયુષ ચાવલાએ બૈસ્ટ્રોને બોલ્ડ આઉટ કર્યો છે. બૈસ્ટ્રો 35 બોલમાં 39 રન બનાવી આઉટ થયો હતો

12 ઓવર પછી હૈદરાબાદ મોટા સ્કોર તરફ વધી રહ્યુ છે. એક પણ વિકેટ ગુમાવ્યા વગર હૈદરાબાદ 113 રન બનાવી ચુક્યા છે. વોર્નર 41 બોલમાં 69 રન બનાવ્યા છે જ્યારે બૈસ્ટ્રો 33 બોલમાં 39 રન બનાવી ચૂક્યો છે.

10 ઓવરના પછી હૈદરાબાદે વિના વિકેટે 92 રન બનાવ્યા છે. લાંબા સમય બાદ પરત ફરી રહેલા વૉર્નરે 40મી હાફ સેન્ચુરી ફટકારી છે. કોલકાતા હજુ પણ વિકેટની તપાસમાં છે. માત્ર 10 ઓવરમાં કોલકાતા 6 બોલરનો ઉપયોગ કરી ચુક્યું છે.

8 ઓવર સાથે હૈદરાબાદ 69 રન પર પહોચ્યું છે. વિકેટ ગુમાવ્યા વગર  સરેરાશ 8થી વધુ રન રેટ સાથે હૈદરાબાદ આગળ વધી રહ્યું છે. કોલકાતા હજુ પણ તેની પહેલી  વિકેટની શોધમાં છે

6 ઓવર પછી પાવર પ્લે પૂરો થયો છે. 6 ઓવર બાદ હૈદરાબાદે 54 રન બનાવ્યા છે. વૉર્નર તેના સ્વભાવ પ્રમાણે બોલરો પર વરસી રહ્યો છે. વૉર્નર 21 બોલમા 34 રન અને બૈરસ્ટ્રો 16 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યા છે.

4 ઓવરના અંતે હૈદરાબાદની ટીમે મક્કમ શરુઆત કરી છે 4 ઓવર બાદ હૈદરાબાદે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 34 રન બનાવ્યા છે. 2 વર્ષ બૅન પછી પરત ફરી રહેલા ડેવિડ વૉર્નરે સારી શરુઆત કરી છે.

IPL 2019ની હૈદરાબાદ અને કોલકાતા સામેની મેચ રમાઈ રહી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સન રાઈઝર્સ તરફથી ડેવિડ વૉર્નર અને જોની બેરસ્ટ્રો ઓપનિંગ કરવા મેદાન પર ઉતર્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK