IPL 2019: શિખર ધવનનું ફોર્મમાં આવવુ ભારત માટે સારી વાત: ગાંગુલી

Apr 13, 2019, 18:01 IST

શિખર ધવને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 97 રનની અણનમ ઈનિંગ સાથે દિલ્હી કેપિટલ્સને જીત અપાવી છે. સૌરવ ગાંગુલીએ ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલા વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં આવવાને સારા સંકેત ગણાવ્યા છે

IPL 2019: શિખર ધવનનું ફોર્મમાં આવવુ ભારત માટે સારી વાત: ગાંગુલી
શિખર ધવનનું ફોર્મમાં આવવુ ભારત માટે સારી વાત

દિલ્હી કેપિટલ્સના સલાહકારે શિખર ધવનના વખાણ કર્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 97 રનની અણનમ ઈનિંગ સાથે દિલ્હી કેપિટલ્સને જીત અપાવી છે. સૌરવ ગાંગુલીએ ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલા વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં આવવાને સારા સંકેત ગણાવ્યા છે.છેલ્લા ઘણા સમયથી શિખર ધવનનું પરફોર્મન્સ દિલ્હી કેપિટલ્સની સાથે સાથે ભારતીય ટીમ માટે પણ ચિંતાનો વિષય રહ્યું હતું

શિખર ધવન દિલ્હી કેપિટલ્સ તરફથી આ સીઝનમાં રમી રહ્યા છે. કોલકાતાની મેચ પહેલા શિખર ધવન ખાસ પ્રદર્શન કરી શક્યો હતો નહી જો કે કોલકાતા સામે અણનમ 97 રન બનાવતા ફોર્મમા પરત ફર્યો છે અને આગળ પણ આ રીતના પરફોર્મન્સને જાળવી રાખશે તેવી આશા રાખવામાં આવી રહી છે. શિખર ધવનના ફોર્મમાં આવતાની સાથે દિલ્હી કેપિટલ્સ જ નહી ભારતીય ટીમ પણ ખુશ જોવા મળશે કારણકે Ipl બાદ તરત જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ રમવા જશે.

 

આ પણ વાંચો: Badminton : પીવી સિંધુ સિંગાપોર ઓપનમાં હારી, ભારતના પડકારનો અંત

 

Ipl પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમી હતી જેમાં શિખર ધવનનું ફોર્મ એક ચિંતાનો વિષય હતુ અને આશા રખાઈ હતી કે ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલા વર્લ્ડ કપ પહેલા તે ફોર્મમાં આવે. શિખર ધવને કોલકાતા સામે રમાયેલી મેચમાં રિષભ પંત સામે પાર્ટનરશિપ કરતા ધમાકેદાર ઈનિંગ રમી હતી અને ટીમને જીત અપાવી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK