IPL 2019:RCB VS KKR, પરાજયનો પંચ કે જીતનો આરંભ?

Apr 05, 2019, 09:48 IST

હતાશ બૅન્ગલોર ટીમે મોડું થઈ જાય એ પહેલાં આજે જાગવું જ પડશે : છેલ્લાં ત્રણ વર્ષથી બૅન્ગલોર કલકત્તાને હરાવી નથી શક્યું: દિલ્હી સામે સુપર ઓવરમાં હાર બાદ કલકત્તા આજે કમબૅક કરવા આતુર

IPL 2019:RCB VS KKR, પરાજયનો પંચ કે જીતનો આરંભ?
દિનેશ કાર્થિક અને વિરાટ કોહલી

બૅન્ગલોરમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે આજે વિરાટ ઍન્ડ કંપની હારની હારમાળાને રોકીને જીતનું ખાતું ખોલવાના દૃઢ નર્ધિાર સાથે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન અને વલ્ર્ડ નંબર વન બૅટ્સમૅન વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમે બારમી સીઝનની ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે અને પ્રથમ ચારેય મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં થોડીઘણી ફાઇટ સિવાય બાકીની ત્રણેય મૅચમાં તેઓ સાવ જ વામણા પુરવાર થયા છે. બૅટ અને બૉલ બન્ને વડે નિરાશાજનક પ્રદર્શનને લીધે વિરાટ કોહલીએ રાજસ્થાન સામે સીઝનની સતત ચોથી હાર બાદ સ્વીકાર કયોર્ હતો કે તેઓ હજી સુધી યોગ્ય ટીમ કૉમ્બિનેશન મેળવી શક્યા નથી. હવે આજે મોડું થઈ જાય એ પહેલાં બૅન્ગલોરે જાગવું પડશે અને યોગ્ય ટીમ કૉમ્બિનેશન માટે નવા અખતરા કરવા પડશે અને કલકત્તા જેવી ધરખમ ટીમને હરાવીને ટીમના જોશને હાઈ કરવો પડશે.

જોકે બૅન્ગલોરે આજે પ્રથમ વિજય મેળવવો આસાન નહીં હોય, કેમ કે તેમણે છેલ્લે કલકત્તાને મે ૨૦૧૬માં હરાવ્યું હતું. આમ છેલ્લાં ૩ વર્ષથી તેઓ કલકત્તાને નમાવી નથી શક્યા. બીજું, ઘરઆંગણે બૅન્ગલોરમાં પણ છેલ્લા ત્રણેય મુકાબલામાં તેમણે હારનો જ સામનો કરવો પડ્યો છે.

બીજી તરફ દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી કલકત્તા નાઇટ રાઇડર્સે એના સુપર સ્ટાર ઑલરાઉન્ડર ઍન્દ્રે રસેલના દમ પર હૈદરાબાદ અને પંજાબ સાથે જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી, પણ ત્રીજી મૅચમાં દિલ્હી સામે રોમાંચક ટાઇ બાદ સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજે કલકત્તા દિલ્હીની હારને ભૂલીને હતાશ વિરાટ સેના પર પ્રહાર કરીને ફરી જીતની રાહ પર પાછા ફરવા આતુર હશે.

રસેલનો રોફ

કોહલીએ આજે જીતનું ખાતું ખોલવું હશે તો કલકત્તાના કૅરિબિયન ઑલરાઉન્ડર રસેલનો તોડ ગોતવો પડશે. અત્યાર સુધીની ત્રણેય મૅચમાં ઍન્દ્રે રસેલે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કમાલના પફોર્ર્મન્સ સાથે એકલે હાથે કલકત્તાનો ઝંડો લહેરાતો રાખ્યો છે. રસેલ સિવાય કલકત્તા વતી રૉબિન ઉથપ્પા અને નીતીશ રાણા પણ પાવર બતાવી રહ્યા છે. કૅપ્ટન દિનેશ કાર્તિક તેનો ફિનિશરનો રોલ પર્ફેક્ટ રીતે નિભાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ IPL 2019 : હૈદરાબાદે 5 વિકેટે દિલ્હી કેપિટલ્સને હરાવી ત્રીજી જીત મેળવી

સેનાપતિ કોહલી આઉટ ઑફ ફૉર્મ

બૅન્ગલોર માટે સૌથી મોટી કઠણાઈ એ છે કે કૅપ્ટન કોહલી કોઈ કમાલ નથી કરી રહ્યો. ચાર મૅચમાં કોહલીએ માત્ર ૭૮ રન બનાવ્યા છે. તેની ઍવરેજ ૨૦ કરતાં પણ ઓછી છે. ચાર મૅચમાં માત્ર ઓપનર પાર્થિવ પટેલ (૧૩૮ રન) રનનો સરવાળો ૧૦૦ની પાર લઈ જઈ શક્યો છે. એ. બી. ડિવિલિયર્સ ૯૩ રન સાથે બીજા નંબરે છે. બૅટ્સમેનો સાથે બોલરો પણ હતાશ કરી રહ્યા છે. માત્ર યુઝવેન્દ્ર ચહલે ૮ વિકેટ સાથે પર્પલ કૅપ પહેરી છે, પણ તેને બીજા છેડે યોગ્ય સાથ નથી મળી રહ્યો

આમને સામને

બન્ને ટીમો અત્યાર સુધી કુલ ૨૨ વાર જંગે ચડી છે જેમાંથી કલકત્તા ૧૩ જીત સાથે આગળ છે, જ્યારે બૅન્ગલોરે ૯ જીત મેળવી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK