IPL 2019: બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સને જીતવા 150 રનનો ટાર્ગેટ

Apr 07, 2019, 18:22 IST

છેલ્લી 5 મેચોમાં હાર્યા બાદ છઠ્ઠી મેચ રમી રહેલી બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 150રનનો ટાર્ગેટ આપ્યો છે. ગ્રીન ડ્રેસ સાથે બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમના પ્રદર્શનમાં ખાસ ફરક પડ્યો નથી. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે.

IPL 2019: બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સને જીતવા 150 રનનો ટાર્ગેટ
રબાડાએ ઝડપી 4 વિકેટ

છેલ્લી 5 મેચોમાં હાર્યા બાદ છઠ્ઠી મેચ રમી રહેલી બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 150રનનો ટાર્ગેટ આપ્યો છે. ગ્રીન ડ્રેસ સાથે બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમના પ્રદર્શનમાં ખાસ ફરક પડ્યો નથી. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 33 બોલમાં 41 રન બનાવ્યા હતા જ્યારે મોઈન અલીએ 18 બોલમાં 32 રન બનાવ્યા હતા. દિલ્હી માટે રબાડા ફરી એકવાર મહત્વનું પાસુ સાબિત થયો છે. રબાડાએ 4 વિકેટ ઝડપી હતી જેના કારણે RCB મોટો સ્કોર બનાવી શકી હતી નહી અને દિલ્હીને જીત માટે 150 રનનો સામાન્ય ટાર્ગેટ મળ્યો છે.

દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એક પછી એક વિકેટ પડતા RCB મોટો સ્કોર ઉભો કરવામાં અસફળ રહી હતી. વિરાટ કોહલીએ 33 બોલમાં 41 રનની મહત્વની ઈનિંગ રમી હતી. મોઈન અલીએ પણ 18 બોલમાં 32 રનની સપોર્ટીવ ઈનિંગ રમી હતી જેના કારણે બેંગ્લોર 149 રન સુધી પહોચી શકી હતી.

પહેલા બોલિંગ કરવાનો નિર્ણય જાણે દિલ્હીના પક્ષમાં રહ્યો હતો. દિલ્હીના બોલર્સે સતત વિકેટ ઝડપતા બેંગ્લોરની કમર તૂટી ગઈ હતી. રબાડાએ ફરી એકવાર ટીમ માટે મહત્વની બોલિંગ કરી હતી. રબાડાએ 4 વિકેટ ઝડપી હતી. મોરિસના નામે 2 વિકેટ રહી હતી જ્યારે અક્ષર પટેલ અને સંદિપને 1-1 વિકેટ મળી હતી. RCBને IPLમાં બની રહેવા આ મેચ જીતી રહેવુ જરુરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK