પાર્થિવ IPL મેચ પુરી થતાં જ ફ્લાઇટ પકડી પિતા પાસે હોસ્પિટલ પહોંચતો

Published: Apr 22, 2019, 18:32 IST

રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમના ગુજરાતી અને અનુભવી પ્લેયર પાર્થિવનું ફોર્મ જોરદાર રહ્યું છે. પરંતુ શું તમને ખબર છે પાર્થિવ પટેલ મેચ પુરી કરતાની સાથે જ ફ્લાઈટ પકડીને અમદાવાદ તેના પિતા પાસે હોસ્પિટલ પહોંચી જતો હતો.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

IPLની 12મી સીઝન લગભગ અડધી ગેમો રમાઈ ચૂકી છે. IPLનો રોમાંચ પ્લેયર્સના પરફોર્મન્સના કારણે દિવસે દિવસે વધી રહ્યો છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ આ વર્ષે પોઈન્ટ ટેબલમાં છેલ્લે છે પણ ટીમના ગુજરાતી અને અનુભવી પ્લેયર પાર્થિવનું ફોર્મ જોરદાર રહ્યું છે. પરંતુ શું તમને ખબર છે પાર્થિવ પટેલ મેચ પુરી કરતાની સાથે જ ફ્લાઈટ પકડીને અમદાવાદ તેના પિતા પાસે હોસ્પિટલ પહોંચી જતો હતો.

હું આશા કરૂ છું કે ડોક્ટર તરફથી ખરાબ સમાચાર ન મળે : પાર્થિવ

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પાર્થિવે જણાવ્યું હતુ કે, હુ માત્ર આશા કરું છુ કે ડોક્ટર્સ તરફથી કોઈ ખરાબ સમાચાર ન મળે. પાર્થિવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મેચ પુરી થતાની સાથે જ તેનું ધ્યાન સૌથી પહેલા ફોન તરફ જાય છે. તે ડોક્ટર્સને કોલ કરીને પિતાની તબિયતના સમાચાર પુછે છે. આ સિવાય કોઈ પણ મેચ પતે પછી તે સીધો હોસ્પિટલ પહોચે છે અને મેચ અગાઉ ટીમ સાથે જોડાઈ જાય છે.પિતાની સ્વાસ્થને લઈને તમામ અગત્યના નિર્ણય પાર્થિવ પટેલને લેવાના હોય છે.

 

આ પણ વાંચો: IPL 2019: આ ગુજરાતી ઓપનર પર છે બેંગ્લોરની ઓપનિંગની જવાબદારી

 

પાર્થિવના પિતાની તબિયત હાલ સુધારા પર

પાર્થિવ પટેલના પિતા હાલમાં બ્રેઈન હેમરેજની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેમને ICUમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે હાલ તબિયત સુધારા પર આવતા તમને ઘરે લાવી દેવામાં આવ્યા હતા. પાર્થિવ કહે છે કે, મેચ ચાલુ હોય ત્યારે મારા મગજમા કંઈ હોતુ નથી. પરંતુ મેચ ખતમ થયા પછી મારુ ધ્યાન તરત જ હોસ્પિટલ તરફ જાય છે. પાર્થિવ એક પ્લેયરની ભૂમિકા સાથે સાથે એક પુત્રની ભૂમિકા પણ પરફેકટ્લી નિભાવી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK